સાવધાન! જો તમારી પાસે સ્ટાર્ટર ગન કે એરગન હોય તો લાયસન્સ લઈ લેજો નહીં તો જેલમાં જવાનો વારો આવશે

સ્ટાર્ટર ગન કે એર ગન વેચતી વખતે આર્મ્સ એકટની જોગવાઈઓનું પાલન નહીં કરનાર અમદાવાદના ત્રણ હથિયાર વિક્રેતાઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ અદાલતે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

અમદાવાદના ખોડીયારનગરમાં લગ્નના સંગીત સમારોહમાં સંગીતના તાલે ગનના ભડાકા કરી રહેલા ઈસમોને તો પોલીસની મહેમાનગતિ માણવાનો વારો આવી ગયો હતો. સાથે જ આ લોકોએ જે હથિયાર વિક્રેતાઓ પાસેથી સ્ટાર્ટર ગન ખરીદી તેઓને પણ પોલીસના મહેમાન બનવાનો વારો આવ્યો.

ખોડીયારનગરમાં લગ્ન સમારોહમાં જે ગનનો ઉપયોગ થયો હતો તે ગન ક્યાંથી ખરીદવામાં આવી તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી તો ઘટસ્ફોટ થયો કે આર્મ્સ એકટની જોગવાઈઓનું પાલન ન તો ખરીદનાર દ્વારા થયું છે ન હથિયાર વિક્રેતા દ્વારા પાલન કરવામાં આવ્યું છે. જેના આધારે  ક્રાઇમ બ્રાન્ચે  ત્રણેય હથિયાર વિક્રેતાઓ વિરુદ્ધ આર્મ્સ એકટની જોગવાઈઓ મુજબ ત્રણ અલગ અલગ ગુના નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાંચે સી એમ ગન હાઉસ જે સુભાષ બ્રિજ ખાતે આવેલું છે તેના માલિક મહેશ સોની,  હેમંત ગન હાઉસ જે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલું છે તેના માલિક હેમંત મિસ્ત્રી અને  ગુજરાત બંદૂક ભંડાર,અમરાઇવાડીના માલિક નિશિથ ગુપ્તા સામે ક્રાઈમ બ્રાંચે આમ્સૅ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

આર્મ્સ રૂલ એકટ, 2016 મુજબ સ્ટાર્ટર ગન ખરીદવા માટે પણ લાયસન્સ જરૂરી છે.

કાયદો એવો છે કે સ્ટાર્ટર ગન ખરીદવા આવનાર વ્યક્તિ પાસે લાયસન્સ હોય તો જ તે વ્યક્તિને સ્ટાર્ટર ગન વેચી શકાય છે. ત્રણેય ગન હાઉસના માલિકોએ લાયસન્સની ચકાસણી કર્યા વિના સ્ટાર્ટર ગન તથા કાર્ટુસ વેચ્યાં હોવાથી કરાઈ કાર્યવાહી કરવામાં આવી છે.  જે લોકોએ જોખમી રીતે સ્ટાર્ટર ગનનો ઉપયોગ કર્યો હતો તેઓની વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી એ તો સમજી શકાય છે પરંતુ જે હથિયાર વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

 

વેચાણકર્તાએ પણ કાનૂનનો ભંગ કર્યો હોવાથી તેઓની વિરુદ્ધ પણ  ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ શિકાર માટે,ખેતરમાં પાકનો જાળવણી માટે કે હિંસક પશુઓના શિકાર માટે એરગન, સ્ટાર્ટર ગન કે આ પ્રકારના હથિયારો લાયસન્સ વિના ખરીદી શકતા હતા પરંતુ વર્ષ 2016માં આવા હથિયાર ખરીદવા માટે પણ લાયસન્સની જોગવાઈ નક્કી કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય હથિયાર વિક્રેતાઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પણ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. અત્યાર સુધી કેટલા લોકોને સ્ટાર્ટર ગન ,એરગન કે આ પ્રકારના હથિયારોનું વેચાણ કરવામાં આવ્યું છે તે અંગે રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.

આગામી દિવસોમાં આવા હથિયારો ખરીદનાર અને વેચનાર અનેક લોકો વિરુદ્ધ કાર્યવાહીના એંધાણ મળી રહ્યા છે. આમ જો સ્ટાર્ટર ગન કે એરગેન હોય તો લાયસન્સ મેળવી લેવું હિતાવહ છે નહીં તો જેલમાં જવાનો વારો આવી શકે.

Top News Stories From Gujarat: 20/6/2019| Tv9GujaratiNews

FB Comments

yunus.gazi

Read Previous

ગૃહમંત્રી રાજનાથ સિંહનો હુંકાર, ‘દેશદ્રોહનો કાયદો ખતમ નહીં વધારે કડક થશે’

Read Next

કટરામાં નવજોતસિંહ સિદ્ધુનો વિરોધ, લોકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા

WhatsApp પર સમાચાર