ડાંગરની લે-વેચ માટેના સૌથી મોટા હબ ગણાતા બાવળા APMCમાંથી ખરીદી અચોક્કસ મુદ્ત સુધી બંધ

Ahmedabad: 350 rice mills kept shut against 5% tax on rice bran

ડાંગરની લે-વેચ માટેના સૌથી મોટા હબ ગણાતા બાવળા APMCમાંથી ડાંગર ખરીદતા રાઈસમીલ ઓસોસિએશન અને ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ડાંગરની ખરીદી અચોક્કસ મુદ્ત સુધી બંધ કરી દેતા ડાંગરના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડાંગરના પોલીશીંગ દરમિયાન નીકળતા કુશકી ઊપર સરકાર દ્વારા 5 ટકા ટેકસ નાંખવામાં આવ્યો છે. તે પરત ખેંચવાની માંગ સાથે રાઈસમીલ માલિકો અને સંચાલકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જવાની સાથે ડાંગરની ખરીદી બંધ કરી દીધી છે. જેને લઈ ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

બાવળા તાલુકામાં સૌથી વધુ વાવેતર ડાંગરનું થાય છે. અને બાવળા APMCમાં બાવળા, ધોળકા, સાણંદ, દસકોઈ, તારાપુર, ખંભાત વગેરે તાલુકામાંથી ખેડૂતો ડાંગર વેચવા માટે આવે છે. અહીંથી રાજ્યભરમાં ગુજરાત-17, ગુર્જરી અને કૃષ્ણકમોદ વગેરે જાતનું ઉત્પાદન અને વેચાણ થાય છે. બાવળા APMC ડાંગર અને ઘઉં, ચણા,એરંડા વગેરે ખેતપેદાશની ખરીદ-વેચાણનું સૌથી મોટું માર્કેટયાર્ડ છે. ત્યારે અહીથી બાવળા રાઈલમીલ સંચાલકો અને ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશન દ્વારા APMCમાંથી ડાંગરની હરાજી કરીને બાવળાની 100થી વધુ રાઇસ મીલોમાં અને મમરા- પૌવાની ફેક્ટરીઓમાં પ્રોસેસ માટે મોકલવામાં આવે છે.

READ  કોંગ્રેસ કાર્યાલયમાં એક વ્યક્તિ તિરંગા સાથે આવીને બોલ્યો કે યોગી આદિત્યનાથ વિશે આવું નહીં કહેવાનું

સરકારના 60-40ના ધારાધોરણ મુજબ રાઇસ મીલોમાં જતી ડાંગરના ફોતરા અને કણકી કાઢવાની પ્રક્રિયામાં 60 ટકા જેટલા ચોખા નીકળે છે. જ્યારે બાકીની 40 ટકા જેટલી કુસકી નીકળે છે. આ કુશકી ખેતપેદાશનો જ એક ભાગ છે. જેમાંથી પશુઓ માટે આહાર બને છે. ત્યારે પશુઆહાર માટે વપરાતી આ કુશકી પર રાજ્ય સરકારે 2.5 ટકા અને કેન્દ્ર સરકારે 2.5 ટકા મળીને કુલ 5 ટકા વેરો નાખી દીધો છે. આ વેરાના વિરોધમાં બાવળાનાં રાઇસમીલ એસોસિએશન અને ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરીને ડાંગરની ખરીદી બંધ કરી દેવા સાથે કુશકીનું ઉત્પાદન અટકાવી દીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દેશની આઝાદી પછી પહેલી વખત ચૂંટણીમાં ફરજ બજાવતાં અર્ધસૈનિક જવાનોની કાળજી લેવામાં આવી, હવે સમયસર આપવામાં આવશે ભોજન

બાવળા APMCના હોદ્દેદારોએ સરકારને આવેદનપત્ર આપી સરકાર દ્વારા કૃષિપેદાશ પર આ વેરો નાબૂદ નહીં કરવામાં આવે તો, બાવળા APMC સહિત કોઈ પણ બજારમાંથી એસોસિએશન ડાંગરની ખરીદી કરશે નહી. તેવી ચીમકી આપી હતી. પરંતુ સરકારે રજૂઆતો નહીં સાંભળતા આખરે રાઈસ મીલના માલિકો હડતાળ પર ઉતરી ગયા છે.

વેપારીઓએ જણાવ્યું કે, સરકારે ડાંગરના ટેકાના ભાવ બાંધતા તેના કરતા ઊંચા ભાવે વેપારીઓ બાવળા APMCમાંથી ડાંગરની ખરીદી કરે છે. તેના ઉપર મજૂરી, આડત, ક્લિનિંગ વગેરેના ખર્ચા મોંધા પડે છે. સરકારે 5 ટકા ટેકસ નાંખતા રાઈસમીલોને તાળા મારવાનો વખત આવશે. ઊંચા ભાવે ખરીદેલી ડાંગરની ક્લિનિંગ પ્રોશેસ પછી ચોખા વેચાણ માટે બજારમાં મૂકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  'મહા' વાવાઝોડું સૌરાષ્ટ્રમાં મચાવી શકે છે તબાહી, રાજકોટમાં ખાસ કંટ્રોલરુમ કરાયો શરુ

આ સમયે જો ભાવ ઘટી જાય તો, વેપારીઓએ ડાંગરમાંથી નીકળતા ભૂસામાંથી ક્યારેક ખર્ચો કાઢવો પડે તેવો સમય આવે છે. હવે તેના ઉપર પણ સરકારે ટેક્સ નાંખતા વેપારીઓએ વેટ નાબૂદ નહીં થાય તો, અચોક્સ મુદત માટે ખરીદી નહીં કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ સરકાર દ્વારા 31 ડિસેમ્બર સુધી જ ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવાનું નક્કી કર્યુ હતું. તેનો સમય પણ પૂરો થઇ ગયો છે. ત્યારે ખેડૂતો પોતાનો માલ ક્યાં વેચશે તે પ્રશ્ન ઉભો થયો છે. બીજી તરફ રવી સીઝનના વાવેતર બાદ ખાતર, દવા સહિતના ખર્ચાઓ કાઢવા ખેડૂતોને રૂપીયાની ખૂબ જ જરૂરિયાત ઉભી થાય છે. ત્યારે અચોક્સ મુદત માટે ડાંગરની ખરીદી બંધ થવાની હોવાથી ખેડૂતો મુશ્કેલમાં મુકાઈ ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments