અમદાવાદમાં જાહેરમાં થૂંકનારા 412 લોકો પાસે વસૂલવામાં આવ્યો આટલો દંડ, જુઓ વીડિયો

મેટ્રોસિટી અમદાવાદમાં લોકો કેટલા સમજદાર અને જાગૃત છે તેને દર્શાવતું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાદમાં જાહેરમાં થૂંકનારા 412 લોકો દંડાયા છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા શહેરમાં જાહેરમાં થૂંકતા કે ગંદકી કરતાં નાગરિકોને દંડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

જેના ભાગરૂપે છેલ્લા એક અઠવાડિયામાં જાહેરમાં થૂંકવા બદલ 412 નાગરિકો દંડાયા છે. જેઓની પાસેથી 48 હજાર રૂપિયા દંડ લેવાયો છે. જ્યારે જાહેરમાં યુરિનલ કરવા બદલ 137 નાગરિકોને નોટિસ આપી દંડ વસુલ્યો છે. ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરવા મુદ્દે 1 હજાર એકમોને નોટિસ આપવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા 7 ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે.

 

READ  Ahead of polls, BJP is again giving Lolipops to people of Gujarat - Cong Gen Sec Nishit Vyas - Tv9 Gujarati

જેમાં તારીખ 6 મેથી 12 મેના સમયગાળા દરમિયાન 137 નાગરિકોને જાહેરમાં યુરિનલ બદલ નોટિસ આપી 11 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે તો જાહેરમાં થૂંકવા બદલ 48 હજાર રૂપિયાનો દંડ વસુલાયો છે. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટીકના વપરાશ મુદ્દે 6 લાખ રૂપિયા જેટલો દંડ વસુલાયો છે.

આ પણ વાંચો: મતદાન ન કર્યુ દિગ્વિજય સિંહે, વડાપ્રધાન મોદી અને શિવરાજ સિંહે કર્યા તેમની પર પ્રહારો

આમ કુલ 2640 નોટિસ આપી 12.54 લાખ રૂપિયા જેટલો દંડ વસુલવામાં આવ્યો હોવાનું કોર્પોરેશને જણાવ્યું છે. શહેરમાં જાહેરમાં થૂંકવા બદલ 112 લોકોને ઇ-મેમો આપવામાં આવ્યા હતા પણ તેઓએ ઇ-મેમોની રકમ ભરી ન હતી. જેથી કોર્પોરેશને તેમના ઘરે જઇ લોકો પાસેથી દંડની રકમ વસુલી છે. છેલ્લા અઠવાડિયામાં 112 નાગરિકોના ઘરે જઇ ઇ-મેમોનો 11 હજાર દંડ વસુલવામાં આવ્યો છે. મહત્વનું છે કે શહેરમાં આ આંકડા શહેરના નાગરિકોની જાગૃતિનો જ એક ટેસ્ટ છે.

FB Comments