અમદાવાદ આરોગ્ય વિભાગની ટીમનો શાળા-કોલેજોમાં સપાટો, મચ્છરોના બ્રિડિંગ મુદ્દે 81 સ્કૂલોને આપી નોટિસ, જુઓ VIDEO

અમદાવાદમાં રોગચાળાના ભરડા વચ્ચે કોર્પોરેશનની આરોગ્ય ટીમ સફાળી જાગી છે અને 747 શાળા-કોલેજમાં મેગા ચેકિંગ કર્યું છે. બીજા સત્રની શરૂઆતમાં જ તંત્રની ટીમે મચ્છરોના બ્રિડીંગની તપાસ કરતાં શહેરની 81 સ્કૂલોને નોટિસ ફટકારી છે. જ્યારે 9 સ્કૂલોની એડમિન ઓફિસ સીલ કરી દીધી છે.

 

જ્યારે 15 સ્કૂલો પાસેથી 1.5 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. શહેરમાં 45 દિવસમાં જ ડેન્ગ્યુના 2 હજારથી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ ગઈ છે અને બાળકોના આરોગ્યને કોઈ નુક્સાન ન પહોંચે તે માટે કાર્યવાહી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન, કુલ 2,22,429 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જુઓ VIDEO

જે શાળા-કોલેજોને સીલ કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો ઠક્કરનગરની સોહમ નર્સિંગ સ્કૂલ, ઘાટલોડિયાની હિન્દી પ્રતાપ સ્કૂલ, બોડકદેવની નિર્માણ સ્કૂલ, ઓઢવની મહારાજા અગ્રેશન સ્કૂલ, વસ્ત્રાલની દુન સ્કૂલ, જોધપુરની યુરો કિડ્સ સ્કૂલ, વેજલપુર ગુજરાતી-અંગ્રેજી પ્રાથમિક શાળા, બહેરામપુરાની અમન સ્કૂલ, જમાલપુરની એલએનસી મહેતા આર્ટસ કોલેજનો સમાવેશ થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુષમા સ્વરાજ એ દિવસે શીલા દીક્ષિતને ભેટી પડેલાં, કહ્યું હતું કે 'સખી, બધું સારું થઈ જશે'

 

 

મહત્વનું છે કે અમદાવાદમાં ડેન્ગ્યુ અને કમળા સહિતના રોગચાળાએ ભરડો લીધો છે. ચોમાસા બાદ રોગચાળો કાબૂમાં આવવાને બદલે વધુ વકરી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments