હવે અમદાવાદથી હવાઈ સફરની મજા માણતાં આ બે શહેરોમાં પહોંચી શકશો ગણતરીના કલાકોમાં

હવે અમદાવાદથી પોરબંદર કે જેસલમેર જનારા યાત્રિકો માટે ખુશખબર છે. અમદાવાદ એરપોર્ટ પરથી બે નવી હવાઈ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ઉડાન 2 પ્રોજેકટ અતર્ગત એરપોર્ટ પરથી 20 ડિસેમ્બરથી અમદાવાદ-જેસલમેર અને અમદાવાદ-પોરંબદરની હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.

Ahmedabad international airport

આ નવી હવાઈ સેવાનું સંચાલન ટ્રુજેટ એરલાઈન્સ કરશે. જોકે નવી શરૂ કરાયેલી ફલાઇટનું ભાડું પણ સાધારણ જ રાખવામાં આવ્યું છે. જેથી સામાન્ય લોકો પણ ફ્લાઈટમાં પ્રવાસ કરી શકે. અમદાવાદથી પોરબંદર અને અમદાવાદથી જેસલમેરની ફલાઇટ અઠવાડિયામાં 4 દિવસ ઉડાન ભરશે અને આગળ જતા ફલાઈટની ફ્રીક્વન્સીમાં પણ વધારો કરવામાં આવશે.

New flights to take off from Ahmedabad airport

આ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન સેવા અંતર્ગત અમદાવાદથી ભાવનગર, જામનગર, દીવ અને મુદ્રાની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી પરંતુ એરકંપનીની અણઆવડતને કારણે તે પ્રોજેક્ટ નિષ્ફળ નીવડ્યો હતો.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: Farmers stage protest against new TP scheme announced by Surat Urban Development Authority

FB Comments

Hits: 3730

Comments are closed, but trackbacks and pingbacks are open.