‘કન્ફ્યુઝ’ અલ્પેશે આખરે કોંગ્રેસથી છેડો ફાડ્યો, બાવાના બેય બગડ્યા જેવી સ્થિતિ સર્જાઈ!

કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરે બધા જ પદ પરથી રાજીનામું આપી દીધું પણ તેમને ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું નથી. આમ અલ્પેશ ઠાકોરનું આ પગલું ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડનારુ સાબિત થશે.

આખરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદોથી રાજીનામું આપી દીધું, પણ હા તેણે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ નથી.  મહત્વની વાત એ છે કે તેના સાથી ગણાતા ધવલસિહ ઝાલા અને ભરતજી ઠાકોરે ન તો કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે ન તો ધારાસભ્ય પદેથી.  નિષ્ણાંતો માને છે કે અલ્પેશ ઠાકોરે આ પગલું માત્ર કોંગ્રેસને પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં નુકશાન પહોંચાડવા માટે ભર્યું છે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ધારાસભ્ય પદેથી નહીં!

24 કલાકના સસ્પેન્સ અને હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે પડદો ઉંચકાયો અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને આરોપ લગાવ્યો કે કોંગ્રેસમાં તેમને અપમાનિત કરાય છે, સીટો માટે નાણાં લેવાય છે.  જેથી તેઓ ગરીબો માટે કામ કરતા રહેશે પણ મહત્વની વાત એ છે કે તેઓ ધારાસભ્ય પદ પરથી તેમને હજુ રાજીનામુ નથી આપ્યું.

READ  અમદાવાદ: મહિલાએ ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ સામે 3 કરોડ રૂપિયા પરત આપતો ન હોવાની નોંધાવી ફરિયાદ

તેમના સાથીઓ ભરતજી ઠાકોર અને ધવલ સિંહ ઝાલાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું નથી કે પછી  ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપ્યું નથી.  આ બન્ને ધારાસભ્યો કોંગ્રસમાં રહેશે અને કોંગ્રેસનો વિરોંધ કરશે ઉપરાંત ઠાકોર સેનાની સાથે પણ જોડાયેલાં રહેશે.

હવે જોઈએ કે  અલ્પેશ ઠાકોરના રાજીનામાનો મતલબ શું છે?

સુત્રોનું કહેવું છે કે ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા સીટો ઉપર ઠાકોર મતદારોનો પ્રભુત્વ છે. જો અલ્પેશ ઠાકોર કોંગ્રેસ વિરુધ્ધ પ્રચાર કરે તો તેનો ફાયદો સીધી રીતે બીજેપીને ચારેય સીટો ઉપર મળી શકે  છે.  ઉપરાંત સીધો જ  ફાયદો ભાજપના ઉમેદવારને મળી શકે છે. આવા સમયે કહેવાય છે કે આ કામ  માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શંકર ચૌધરી મારફતે ઓપરેશન કરાવ્યું છે ,જે આખરે પાર પડી ગયું છે.

અલ્પેશ મતલબ ઠાકોર સમાજ નથી

સીએમ વિજય રુપાણી સ્વંય સ્વીકારી કહી ચુક્યાં છે કે હાલ અલ્પેશ ઠાકોરને ભાજપમાં સામેલ કરવાની કોઇ વાત નથી.  સુત્રો માને છે કે અલ્પેશની સ્થિતિ બાવાના બેય બગડ્યા જેવી થઇ ગઈ છે કારણ કે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ અલ્પેશ ઠાકોર ન તો ઠાકોર મતદારોનેે અકબંધ રાખી શકશે ન તો કોગ્રેસના નેતા તરીકે હવે ઠાકોર સમાજ વચ્ચે જઇ શકેશે.

READ  પાકિસ્તાનના ખાસ કમાન્ડો ભારત પર કરી રહ્યા છે હુમલાની તૈયારી!

ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ કોંગ્રેસના પ્રતિ વફાદાર છે ત્યારે સુત્રો ત્યાં સુધી કહી રહ્યાં છે ભાજપ તરફી માહોલ બનાવવા માટે મોટી સોદાબાજી પણ થઈ છે.  ઠાકોર સેનામાં હવે બે ફાડીયા પડી ગયા છે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની માનીએ તો અલ્પેશ ઠાકોર સાથે સમગ્ર સમાજ નથી, ઠાકોર સમાજ શાણો છે.

 

 

 

હાર્દિક પટેલના વધતા કદથી પરેશાન હતો અલ્પેશ

હાર્દિક પટેલનું માનીએ તો તેઓ હજુ પણ અલ્પેશ ઠાકોરને સમજાવશે પણ અલ્પેશના નજીકના સુત્રો કહે છે કે કોંગ્રેસમાં સામેલ થયા બાદ કોંગ્રેસ જે રીતે અલ્પેશ કરતા હાર્દિકને વધુ મહત્વ આપવામાં આવ્યું  તેનાથી તે હતાશ થયો હતો. બન્નેની રાજનીતિ વિરમગામથી શરુ થઈ હતી. એક બીજાનો વિરોધ કરીને બન્ને રાજનિતીમાં સ્થાપિત થયા છે.

READ  સોનિયા ગાંધીના રોડ શોમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરી, ઉમેદવારી પત્ર ભર્યા પહેલા કર્યુ 'પૂજા-હવન'

પહેલાં કોંગ્રેસમાં અલ્પેશ જોડાયો પછી હાર્દિક છતાં હાર્દીકનું કદ વધવું તે અલ્પેશને ન ગમ્યું અને તેણે ઉતાવળીયે આ પગલું લીધુ જે તેના માટે હવે આત્મઘાતી સાબિત થઇ શકે છે. છતાં અલ્પેશ ઠાકોરે હજુ પણ મનામણા માટે દરવાજો ખુલ્લો રાખ્યો છે.

શું છે આખા પ્રકરણ પાછળનું ગણિત?

ભાજપના સુત્રો માને છે કે હાલ અલ્પેશને ભાજપમાં સામેલ કરાવવાના બદલે કોંગ્રેસના વિરોધમાં પ્રચાર કરાવાશે અને લોકસભા ઈલેક્શન પછી બાકાયદા ધારાસભ્ય પદથી રાજીનામુ અપાવીને કેબીનેટ પ્રધાન પદ અપાવાશે સાથે દિલિપ ઠાકોરને કાપીને તેમના વિકલ્પ તરીકે અલ્પેશ ઠાકોરને સ્થાપિત કરાશે.  અલ્પેશના કોંગ્રેસ વિરોધ પ્રચારથી ભાજપને ફાયદો થશે તે વાત નક્કી છે જેના લઈને આખી આ રમત રમવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

 

Oops, something went wrong.
FB Comments