કોર્પોરેશનની AMTS અને BRTSની બેઠકમાં હોબાળો, જુઓ VIDEO

અમદાવાદ કોર્પોરેશનમાં મળેલી AMTS અને BRTSની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. જેમાં AMTSના ચેરમેને મ્યુનિસિપલ કમિશનરને બસોની ખરીદી અંગે પુછતા કમિશનર સભા છોડીને જતા રહ્યા. AMTS અને BRTSની નવી 300 ઈ-બસની ખરીદી અંગે વિગતો પૂછતા કમિશનરે જવાબ આપવાનું ટાળ્યુ અને પોતાની જવાબદારીમાંથી છટક્યા હતા. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સબસીડી અંદર જો બસની ખરીદી કરવામાં આવે તો 45 લાખનો ફાયદો થઈ શકે છે અને સબસીડી વગરની બસ મગાવતા કોર્પોરેશનને વાર્ષિક 25 કરોડનું નુક્સાન થઈ શકે છે. 8 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે જો સબસીડી વગરની બસ મળે તો 262 કરોડનું નુકસાન થઈ શકે છે.

READ  સુરત અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની કાર્યવાહી, ઈમારતો સીલ કરવાની કામગીરી શરૂ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેલૈયાઓ અને ખેડૂતો માટે આનંદના સમાચાર! વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા નહીવત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદરામાં ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ VIDEO

 

FB Comments