AMCની સામાન્ય સભામાં NRC-CAA મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે પણ આપી હાજરી

અમદાવાદ મ્યુ.કોર્પેરેશનની સામાન્ય સભા આજે ફરી હંગામેદાર બની હતી. કોંગ્રેસના કોર્પોરેટર્સે CAA અને NRC મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે સામાન્ય રકજક થતા સભાને બરખાસ્ત કરાઈ હતી. જોકે સભા ખંડની બહાર પણ કોંગ્રેસના કાર્યકરોએ CAA કાયદો અને NRCનો વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે Tv9ના માધ્યમથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યો સંવાદ

મહત્વનું છે કે કોર્પોરેશનમાં યોજાયેલી આજની બેઠકમાં શાહઆલમના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે પણ હાજરી આપી હતી. અમદાવાદમાં પોલીસકર્મીઓ ઉપર થયેલા પથ્થરમારા કેસમાં શહેઝાદ ખાનની પોલીસે ધરપકડ કરી છે. જોકે કોર્પોરેશનમાં હાજરી આપવા કોર્ટે 5 કલાકના જામીન મંજૂર કર્યા હતા. જોકે સભાખંડમાં હંગામો થતા પોલીસે ફરી તેમને કસ્ટડિમાં લીધા હતા.

READ  નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસ: DEOએ DPS સ્કૂલને ફટકારી નોટિસ, સ્કૂલ પાસે માંગ્યો રિપોર્ટ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments