અમદાવાદની ત્રણ નામંકિત સહિત 19 રેસ્ટોરન્ટ્સને આરોગ્ય વિભાગે આપી ક્લોઝર નોટિસ, બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો

રાજ્યમાં ચાલી રહેલાં હેલ્થ વિભાગની ચકાસણી વચ્ચે અમદાવાદની નામાંકિત રેસ્ટોરન્ટ્સ પર આરોગ્ય વિભાગે પસ્તાળ પાડી છે. આરોગ્ય વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડે જસ્સી દે પરાઠે, ધ ગ્રાન્ડ ઠાકર, હિના ફૂડ્સ સહિત નામાંકિત રેસ્ટોરન્ટને ક્લોઝર નોટિસ આપી છે.

 

અહીં કેટલીક ખાદ્ય ચીજો એક્સપાયરી ડેટવાળી તેમજ યોગ્ય લેબલીંગ વિનાની હોવાનું સામે આવ્યું છે. તો યોગ્ય સફાઇ ન હોવાનું પણ બહાર આવ્યું છે. આવા કુલ 19 એકમોને નોટિસ આપવામાં આવી છે. અને 400 કિલો બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

READ  અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું સ્વિમિંગ પુલ, જુઓ VIDEO

કેટલીક ખાદ્ય ચીજો એક્સપાયરી ડેટ તેમજ યોગ્ય લેબલીંગ વિનાની હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી આરોગ્ય વિભાગ દ્વારા ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ્સ સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

[yop_poll id=1328]

FB Comments