અમદાવાદમાં AMCની આધુનિક કામગીરી, રખડતા પશુઓમાં માઈક્રોચીપ ઈન્જેક્ટ કરવામાં આવી

અમદાવાદમાં રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર સજ્જ બન્યું છે. હવે આધુનિક પદ્ધતિથી કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા રખડતા પશુના શરીરમાં માઈક્રોચીપ ઈન્જેક્ટ કરવામાં આવી રહી છે. અદ્યતન ટેક્નોલોજી ધરાવતી આ માઈક્રોચીપ તબીબ દ્વારા પશુના શરીરમાં ફીટ કરવામાં આવી રહી છે. જેથી પશુનું ચોક્કસ લોકેશન જાણી શકાશે.

આ પણ વાંચો : ઉધારના રૂપિયાથી મોજ કરાનારો ભાગેડુ વિજય માલ્યા હવે લંડનમાં પણ થશે બેઘર, હોમલોન ન ચૂકવવા બદલ બેંક જપ્ત કરશે કરોડોનું ઘર

આ માઈક્રોચીપમાં પશુના માલિકનું નામ અને સરનામુ સહિતની વિગતો અપલોડ કરવામાં આવે છે. જેથી ચીપ દ્વારા પશુના માલિકની પણ માહિતી મેળવી શકાય.

READ  રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી, જુઓ VIDEO

 

TV9 Gujarati

 

આ ચીપ ચોખાના મોટા દાણા જેટલા કદનું જ હોય છે અને જેનો અલગથી એક યુનિક ID આપવામાં આવે છે. આ IDમાં તમામ પ્રકારની વિગતો હોય છે. RFID ટેક્નોલોજીના ઉપયોગથી આ ચીપ બનાવવામાં આવે છે. જેનો વિદેશમાં ઘણા વર્ષોથી ખોવાયેલા પશુઓને શોધવા માટે ઉપયોગ કરાવામાં આવે છે.

READ  VIDEO: અમદાવાદના કારંજ વિસ્તારમાં પતિએ ત્રણ તલાકની ધમકી આપતા પત્નીએ આપઘાતનો પ્રયાસ

 

FB Comments