• April 20, 2019

AMCની કામગીરી, રેસ્ટોરન્ટની અંદર કામદારો સૂતા હતા તો પણ બહારથી સીલ મારી દીધું!

અમદાવાદના દેવ ઓરમ કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી અને ભારે મહેનત બાદ તેને ફાયરબ્રિગેડે કાબૂમાં લીધી હતી. આ આગની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું અને દેવ ઓરમના એકમોને સીલ કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ હાથ ધરી હતી. 

અમદાવાદ શહેરના પ્રહલાદ નગર વિસ્તારમાં દેવ ઓરમ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગની ઘટના પછી અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનને તપાસ કરતા માલૂમ પડ્યું છે ફાયર સેફ્ટીના જે સાધનો હોવા જોઈએ તે કોમ્પ્લેક્ષમાં હતા જ નહીં.

 

 

આગની આવી ઘટના ન બને તે માટે અમદાવાદ મ્યુનિસીપલના અધિકારીઓએ દેવ ઓરમ કોમ્પ્લેક્ષને સીલ કરવા પહોંચ્યા હતા. કોમ્પ્લેક્ષમાં એક રેસ્ટોરન્ટ પણ આવેલું છે જ્યારે રેસ્ટોરન્ટસના કામદારો અંદર આરામ કરી રહ્યાં હતા ત્યારે તેને જોયા વગર અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીઓએ સીલ મારી દીધું હતું. આમ ધોળા દિવસે કોર્પોરેશનની આંધળી કામગીરી નજરે પડી હતી.

 

Few from Alpesh kathriya's group detained for creating chaos at Hardik Patel's public meeting:Police

FB Comments

Hits: 583

TV9 WebDesk8

Read Previous

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, ભાજપના ધારાસભ્યનું મોત, 5 સુરક્ષા જવાન શહીદ

Read Next

કમલનાથના સચિવ પ્રવિણ કક્કરે IT રેડને પડકારવા હાઈકોર્ટમાં અરજી કરી દાખલ, 11 એપ્રિલે થશે સુનાવણી

WhatsApp chat