અમદાવાદીઓ ચેતજો! HSRP નંબર પ્લેટ વગરના વાહન થશે જપ્ત, જુઓ વીડિયો

HSRP નહીં લગાવનારા વાહનચાલકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેર પોલીસ કમિશનરના હૂકમથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં નંબર પ્લેટ વગરના અને આરટીઓ માન્ય નંબર પ્લેટ નહીં ધરાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

છેલ્લા બે દિવસમાં 210 ટુ વ્હીલર જપ્ત કરીને કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગમાં મુકી દીધા છે. બે દિવસની ડ્રાઈવમાં પોલીસે મીઠાખળીમાંથી 6, સોલામાંથી 12, એલિસબ્રિજમાંથી 10 વાહન જપ્ત કર્યા છે તો કાગડાપીઠમાંથી 9, ગોતમીપુરમાંથી 26, કારંજમાંથી 6, ગાયકવાડ હવેલીમાંથી 14, ઓઢવમાંથી 27, દાણીલીમડામાંથી 17 અને અન્ય સ્થળો પરથી 83 વાહન જપ્ત કરવામાં આવ્યા છે.

 

READ  કલમ 370 નાબૂદ કર્યા બાદ ભાજપની એકતા કુચ યાત્રા, જુઓ VIDEO

વાહનચાલકોએ પોતાનું વાહન છોડાવવા માટે 100 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત વાહનમાલિકે પોતાનું વાહન છોડાવવા માટે પાર્કિંગ ચાર્જ પણ ભરવો પડશે. મલ્ટિલેવલ પાર્કિંગમાં વાહન મુકવા બદલ દૈનિક 30 રૂપિયા ચાર્જ વસુલવામાં આવશે. વાહનનું PUC ન હોય તો વાહનચાલક પાસેથી વધારાનો 50 રૂપિયા દંડ વસુલ કરાશે.

આ પણ વાંચો: ગાંધી-ગોડસે પરના નિવેદનથી નારાજ દેશના ટોચના ઉદ્યોગપતિ, કહ્યું કે એક દિવસ તાલિબન બની જઈશુ

HSRP લગાવતી એજન્સીના માણસો કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગ પર જ હાજર રહેશે અને 140 રૂપિયા લઈને તેમને 7થી 10 દિવસમાં નંબર પ્લેટ તૈયાર થઈ જાય એટલે વાહનમાં લગાવી આપશે. નંબર પ્લેટ વિનાના વાહનોનો ઉપયોગ ગુનાખોરીમાં વધારે પ્રમાણમાં થતો હોવાથી પોલીસ સ્થળ પર જ વાહન જપ્ત કરીને HSRP લગાવવા માટે દબાણ કરશે. પોલીસ પહેલા નંબર પ્લેટ વિનાના વાહનોને દંડ ફટકારીને જવા દેતી હતી પરંતુ હવે પોલીસે સખ્તાઈ અપનાવી છે.

FB Comments