હવે અમદાવાદના રિક્ષા ચાલકો પણ બન્યા મોર્ડન, જોવા મળશે નવા અવતારમાં

શહેરમા મુસાફરીમા બસ બાદ રિક્ષામાં સૌથી વધુ લોકો મુસાફરી કરે છે, જોકે રિક્ષા ચાલકો જે નિયમનુ પાલન કરવાનુ હોય તે કરતા નથી હોતા, સાથે જ કેટલાક રિક્ષા ચાલકો ગુનાહીત પ્રવૃતીને પણ અંજામ આપતા હોય છે, ત્યારે રહી રહીને હવે કેટલાક રિક્ષા ચાલકો જાગૃત બન્યા છે… જેમા રિક્ષા ચાલકોએ ખાનગી સંસ્થા અને તંત્રની મદદ લઈને એક પહેલ શરૂ કરી છે.
કોઈ પણ વ્યક્તિ હોય તેના માટે શિસ્ત ખુબ જરૂરી છે. જોકે અમદાવાદના મોટા ભાગના રિક્ષા ચાલકો છે કે જે શિસ્તનુ તો પાલન કરતા નથી હોતા, તેમજ કયારેક મુસાફરોને પણ કેટલાક કડવા અનુભવ થતા હોય છે. ત્યારે રિક્ષા ચાલકોમા શિસ્ત લાવવા અને જાગૃતી લાવવા માટે રહી રહીને પણ એક પહેલ શરુ કરાઈ, જે પહેલના ભાગ રૂપે અમદાવાદમા રહેલા અંદાજે 2 લાખ રિક્ષા ચાલકો સામે 300 રિક્ષા ચાલકોને ખાનગી સંસ્થાએ ડ્રેસ તૈયાર કરીને આપ્યા. જેનુ આજે સેટેલાઈટ ખાતે આવેલ એક હોલમા વિતરણ કરવામાં આવ્યુ. જે કાર્યક્રમમાં રિક્ષા ચાલકો સાથે આરટીઓ અને ટ્રાફીક વિભાગના અઘિકારી પણ હાજર રહ્યા
મહત્વનુ છે કે જયારે રિક્ષા ચાલક રિક્ષા ચલાવવાનુ શરૂ કરે ત્યારથી જ તેણે ડ્રેસ પહેરવાનો હોય છે, જેથી રિક્ષા ચાલકની ઓળખ થઈ શકે, તેમજ મુસાફરો સાથે પણ સારુ સંકલન થઈ શકે. અને શિસ્ત પણ જળવાઈ રહે, જોકે તેમ થતુ હોતુ નથી. ત્યારે ખાનગી સંસ્થા દ્રારા 300 રિક્ષા ચાલકોને ડ્રેસ ફાળવવામાં આવતા રિક્ષા ચાલકો અને યુનિયન દ્રારા તેમના આ પ્રયાસને આવકારવામાં આવ્યો. અને અન્ય રિક્ષા ચાલકો અને લોકોમા જાગૃતી આવે માટે સદભાવના પરિવાર  સંસ્થાથી શીવરંજની, નહેરુનગર, પાંજરાપોળ અને પકવાન થઈને સદભાવના સુધી રેલી કાઢી જાગૃતી લાવવાનો પ્રયાસ પણ કરાયો, સાથે જે સંસ્થા દ્રારા રિક્ષા ચાલકોની અલગ ઓળખ ઉભી થાય અને પોલીસને રિક્ષા ચાલકોની માહિતી મળી રહે માટે રિક્ષા ચાલકોના નામ, સરનામા અને મોબાઈલ નંબર સહિતનુ આઈકાર્ડ પણ તૈયાર કરીને આપવામા આવ્યુ, તેમજ આવનારા દિવસમા વધુ રિક્ષા ચાલકોને આ પ્રકારે ડ્રેસ અને આઈકાર્ડની ફાળવણી કરાશે તેવી તૈયારી પણ સંસ્થા દ્રારા બતાવાઈ… તો અધિકારીનુ પણ માનવુ છે કે સંસ્થા ના આ પ્રયાસથી આગામી દિવસમા ગુનાખોરી અને અન્ય ફાયદા પણ જોવા મળશે.
હાલ તો 300 રિક્ષા ચાલકો ડ્રેસ અને આઈકાર્ડ સાથે જોવા મળ્યા. જે સારી બાબત છે. પણ જે પ્રક્રિયા પહેલાથી થવી જોઈએ તે પ્રક્રિયાનો અભાવ હજુ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનુ એ પણ રહે છે કે અન્ય રિક્ષા ચાલકો કયારે તેમના ડ્રેસ અને આઈકાર્ડ સાથે જોવા મળશે, જેથી મુસાફરો રિક્ષા ચાલક પણ વિશ્વાસ મુકી શકે તેમજ પ્રક્રિયા પણ સરળ બની રહે.
[yop_poll id=1044]
FB Comments
READ 
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192