સર્જિકલ સ્ટ્રાઈકના મહત્ત્વને સમજાવવા અમદાવાદના એક સાંસદે પક્ષના કાર્યકરોને બતાવી ફિલ્મ ‘ઉરી’, જુઓ VIDEO

કાર્યકરો સર્જિકલ સ્ટ્રાઈક વિશે જાણે અને જવાનોની બહાદુરીથી કાર્યકરો પ્રેરણા લે તે હેતુસર અમદાવાદના એક સાંસદે પક્ષના કાર્યકરોને ઉરી ફિલ્મ બાતાવી.

 

અહીં વાત થઈ રહી છે સાંસદ કિરીટ સોલંકી અને ભાજપના કાર્યકરોની. દેશભક્તિની ભાવના સાથે અમદાવાદમાં ભાજપના કાર્યકરોને ઉરી ફિલ્મ બતાવાઇ. સર્જીકલ સ્ટ્રાઈકમાં દેશના જવાનોએ બહાદુરીપૂર્વક દુશ્મનોનો સામનો કર્યો હતો. જવાનોની બહાદુરીથી ભાજપના કાર્યકરો પ્રેરણા લે તે હેતુસર સાંસદ કિરીટ સોલંકીએ ઉરી ફિલ્મ બતાવી. પશ્ચિમ સંસદીય મત વિસ્તારની સાત વિધાનસભાના વરિષ્ઠ કાર્યકરોને ચાંદખેડા તથા શિવરંજની વિસ્તારમાં આવેલા થિયેટર્સમાં આ ફિલ્મ બતાવવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ફિલ્મ જોવા પોહોંચ્યાં. ફિલ્મને લઈને કિરીટ સોલંકીએ કહ્યું કે ભાજપના કાર્યકરોમાં દેશભક્તિની ભાવના પેદા થાય તે હેતુથી તેમને ફિલ્મ બતાવવામાં આવી છે.

READ  કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં લગભગ 6.5 લાખથી વધુ પદો ખાલી, જાણો કેટલા પદ પર શરૂ થઈ ભરતી પ્રક્રિયા

જુઓ VIDEO:

[yop_poll id=925]

Oops, something went wrong.

FB Comments