અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને STની બસ માટે નો-એન્ટ્રી, જાણો શા માટે કરાયો પ્રતિબંધ

Ahmedabad: Brake on AMTS and ST buses in BRTS lanes

અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને એસટીની બસ દોડશે નહીં. જે અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્રાન્સપોર્ટ મેનેજરને આદેશ પણ આપી દીધા છે. વિજય નહેરાનું કહેવું છે કે, BRTS કોરિડોરમાં એક વર્ષમાં અકસ્માતના કારણે 24 લોકોના મોત થયા છે. તેમાંથી માત્ર 4 લોકોના મોત BRTSના કારણે થયા છે.

બાકી 20 મોત તો AMTS અને એસટી બસની ટક્કર વાગતા થયા છે. છતાં અકસ્માતમાં BRTS જ બદનામ થાય છે. જેના કારણે તંત્રએ હવે BRTS કોરિડોરમાં AMTS અને એસટી બસ નહીં દોડાવવા આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ડિસેમ્બર 2014થી તબક્કાવાર AMTSના 41 રૂટની 321 બસો BRTS કોરિડોરમાં દોડતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  GST પોર્ટલના વિરોધમાં ગુજરાતના તમામ ટેક્સ પ્રેક્ટિનર્સ સંગઠનોની આજે હડતાળ, કલેક્ટરને આપશે આવેદનપત્ર

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર પોલીસ અને લૂંટારૂઓ વચ્ચે અથડામણના ફિલ્મી દુશ્યો સર્જાયા

તો અમદાવાદીઓ આ નિર્ણયથી નારાજ છે. કારણ કે, જો AMTS અને એસટી બસો સામાન્ય રોડ પર દોડશે તો ટ્રાફિકજામ સર્જાશે. કારણ કે, BRTS કોરિડોરના કારણે રસ્તાઓ નાના થઇ ગયા છે. અને તેમાં પણ આ નાના રસ્તાઓ પર AMTS અને એસટી બસ દોડશે તો મુશ્કેલી થશે. હવે નજર કરીએ કે, કયા કયા વિસ્તારમાં ટ્રાફિકજામ થશે. સૌથી વધુ આનંદનગરથી ગોધાવી, સારંગપુરથી જોધપુર ગામ, ઘુમાથી મણિનગર, લાલદરવાજાથી સાણંદ રૂટ પર ટ્રાફિકની સમસ્યા થશે. આ સિવાય ઇસ્કોનથી હાટકેશ્વર અને ઇસ્કોનથી વિવેકાનંદનગર વિસ્તારમાં પણ ટ્રાફિક જામ થશે.

READ  Telly star Ashka Goradia shopping for wedding with fiance Brent Goble- Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments