અમદાવાદ: AMTS, વીએસ હોસ્પિટલ અને MJ લાઈબ્રેરીનું વર્ષ 2020-21નું બજેટ રજૂ થશે

Ahmedabad: Budget of AMTS, VS, MJ library for the year 2020-21 to be presented today ahmedabad AMTS, VS Hospital ane MJ Library nu varsh 2020-21 nu budget raju thase

અમદાવાદમાં આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. AMTS, વીએસ હોસ્પિટલ અને એમજે લાઈબ્રેરીનું બજેટ જાહેર થવાનું છે. રિવરફ્રન્ટ હાઉસ ખાતે બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ પહેલા મેયર બિજલ પટેલ બેઠક કરશે. મેયર MJ લાઈબ્રેરી અને વીએસ હોસ્પિટલ પર બેઠક કરશે. આ બેઠક બાદ બજેટમાં કેટલાક સુધારા વધારા થઈ શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  GUJARAT 20-20 : 30-9-2015 - Tv9 Gujarati

મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટીએ વર્ષ 2020-21નું 498.20 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં ખોટ કરતી AMTSના ડ્રાફ્ટ બજેટમાં ગત વર્ષ કરતા 10 કરોડનો વધારો કરાયો છે અને AMTSની ફ્રિકવન્સી વધુ સારી મળે તે માટે નવી 100 નોન એસી મીડી બસોનો વધારો કરાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  9 રુપિયાની લાલચે કંડક્ટરે ટિકિટ ન આપી, દંડમાં પોતાની સર્વિસના 15 લાખ રુપિયા ગુમાવવા પડ્યા

 

 

બીજી તરફ વીએસ હોસ્પિટલને 200 કરોડ રૂપિયાની સંજીવની અપાશે, મૃતપાય બનેલી વીએસ હોસ્પિટલનું રૂ. 200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે તો M.J લાઈબ્રેરીનું બજેટ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે વધારાયું છે. શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયના ગ્રંથપાલે કુલ રકમ 15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. ત્યારે હવે ફાઈનલ બજેટમાં શું ફેરફાર થાય છે તે જોવું રહ્યું.

READ  ગોધરા બનાવના દોઢ દાયકા પછી 52 મૃતકોના વારસદારોને 5 લાખની સહાય ચૂકવવાનો ગુજરાત સરકારનો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરતમાં 1લી ફેબ્રુઆરીએ ઈતિહાસ રચાશે, 100 વ્યક્તિઓ એક સાથે દીક્ષા ગ્રહણ કરશે

FB Comments