અમદાવાદમાં મણિનગર ખાતે આવેલી એલ.જી. હોસ્પિટલમાં તોડફોડ, ટોળાએ હોસ્પિટલને માથે લીધી, જુઓ VIDEO

અમદાવાદમાં રામોલ પાસેના જનતાનગર પાસે બે ઈસમો વચ્ચે હથિયારથી મારામારી થઈ હતી અને તેેણે બાદમાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું છે. આ  મારામારી જૂની અદાવતમાં થઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે. જૂની અદાવત તો હતી તેમાં ફરીથી ઝઘડો થયો અને હથિયારથી મારામારી થઈ હતી. આ મારામારીમાં એક એકની હાલત પણ ગંભીર માનવામાં આવી રહી છે.

READ  રાજ્યસભામાં પાસ થયું એક ખતરનાક બિલ, જે કાયદો બનવાથી થઈ શકે છે સૌથી વધારે દુરુપયોગ

આ હુમલાના શંકાસ્પદ યુવકને પણ એલ.જી. હોસ્પિટલમાં ટોળાએ માર માર્યો છે અને હોસ્પિટલમાં તોડફોડ કરી છે. જૂની અદાવતની મારામારીમાં એક યુવાનની હાલત ગંભીર માનવામાં આવી રહી છે જ્યારે અમદાવાદની મણિનગર ખાતે આવેલી હોસ્પિટલની બહાર લોકોના ટોળા જોવા મળી રહ્યાં છે અને ટોળાએ એલ.જી હોસ્પિટલમાં આવેલી સરકારી વસ્તુઓ જેવી કે ખુરશીઓમાં તોડફોડ પણ કરી છે.

READ  પૂર્વ મુખ્યમંત્રીના પુત્રની હત્યાનો થયો ખુલાસો, પત્નીએ કરી હતી હત્યા જાતે જ બતાવ્યો હત્યા કરવાનો આખો પ્લાન

 

 

FB Comments