ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વીડીયો થયો વાયરલ, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યા ભાજપ પર આકરા પ્રહારો, જુઓ VIDEO

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની દાદાગીરીનો વીડિયો વાયરલ થવા મુદ્દે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. ત્યારે કોંગ્રેસે સત્તાધારી પક્ષના ધારાસભ્યના અણછાજતા વર્તન પર પ્રહાર કરતા રાજ્ય સરકારને સવાલો કર્યા છે.

મહિલાને માર મારવાના વીડિયો પર કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન તાક્યુ છે અને ભાજપ સરકાર માત્ર મહિલા સશક્તિકરણની વાતો જ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ મહિલાને માર મારવાના વીડિયો મામલે કોંગ્રેસે પણ સરકાર સામે કાર્યવાહીની માગ કરી છે.

 

READ  ગુજરાતમાં મેઘમહેર યથાવત, 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો, જુઓ VIDEO

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું કે સત્તાધારી પક્ષના ધારાસભ્ય દ્વારા મહિલા પર માર મારતા મન ફાવે તેમ વર્તન કર્યુ છે. રાજય સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપ માત્ર મહિલા સશક્તિકરણ વાતો કરે છે. ભાજપ સરકાર પણ જાહેરમાં આવી રીતે માર મારી મન ફાવે તેમ વર્તન કર્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અંગે જવાબ આપે તેવી કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ મહિલાના ન્યાય માટે જે કરવાનુ થશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે.

READ  VIDEO: 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને નિહાળવા માટે ખાસ અમેરિકાથી NRI પરિવાર આવ્યો અમદાવાદ

આ પણ વાંચો: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલા મેળાની રાઈડમાં ફસાયા 40 લોકો, ફાયરબ્રિગેડે કર્યુ રેસ્ક્યુ ઓપરેશન, જુઓ PHOTOS

FB Comments