વાહનચાલકોને પાવતી આપ્યા વિના પૈસા પડાવતા એક કોન્સ્ટેબલ સહિત 4 ઝડપાયા

Toing van Staff arrrested by ACB Gujarat
ટ્રાફિક પોલીસ અને ટોઈંગ વેનના સ્ટાફ દ્વારા વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે કરવામાં આવતા ઉઘરાણા કૌભાંડનો ACBએ પર્દાફાશ કર્યો છે. નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરેલા હોય તેવા વાહનો તથા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનો કબ્જે કરવાની જવાબદારી ટ્રાફિક પોલીસ અને ટોઇંગ વેનની હોય છે.  પરંતુ ટ્રાફિક પોલીસ અને ટોઇંગવાનના સ્ટાફની મિલિભગતથી ગેરકાયદેસર રીતે વાહનચાલકો પાસેથી 200 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના ઉઘરાણા કરાતા હોવાની માહિતી મળી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Toing van Staff arrrested by ACB Gujarat
તસવીર પ્રતીકાત્મક છે.
આ માહિતીની આધારે છેલ્લાં દોઢ માસથી ACB દ્વારા આ કૌભાંડ અંગે તપાસ કરવામાં આવી રહી હતી અને કૌભાંડીને રંગે હાથ ઝડપવા માટે ટીમો કાર્યરત હતી. ACB ના અધિકારીઓએ સુભાષ બ્રિજ સર્કલ નજીક ટ્રાફિક પોલીસ સાથેની ટોઈંગવેનનો સ્ટાફ પાવતી આપ્યા વિના વાહન ચાલકો પાસેથી રોકડ રકમ લેતો હતો ઝડપાઈ ગયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજકોટમાં 3 કલાકમાં 4 ઈંચ મુશળધાર વરસાદ આજી નદી બની ગાંડીતૂર, જુઓ VIDEO

 

ACBએ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઉક્કડભાઈ વસાવા, ટોઇંગ વેનના સ્ટાફના મેહુલ ગોહેલ, અલ્તાફ સંધિ અને સલીમ પઠાણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં ટોઇંગ એજન્સીના સંચાલકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે તેવું ગુજરાત ACB ના આસિસ્ટન્ટ ડાયરેકટર ડી પી ચુડાસમાએ જણાવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભારત લોકડાઉન: મહામારીની વચ્ચે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવ્યા સૌરવ ગાંગૂલી, કરશે આ કામ

Gujarat in Lockdown : Farmers are allowed to go to farms | Tv9GujaratiNews

FB Comments