VIDEO: ગુમ થયેલાં વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા

છેલ્લા એક સપ્તાહથી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી ગુમ થયેલી વૃષ્ટિ કોઠારી આખરે તેના મિત્ર શિવમ પટેલ સાથે મળી આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી શોધી કાઢ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ તેમને લઇને હાલ અમદાવાદ આવવા રવાના થઇ ગઇ છે.

આ પણ વાંચો: રાજકોટમાં આગનું તાંડવ: આજી GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, જુઓ VIDEO

મહત્વનું છે કે, વૃષ્ઠિ કોઠારી નવરાત્રી દરમિયાન ગુમ થઇ હતી. બોલીવુડ અભિનેત્રી સોહા અલી ખાને ટ્વિટ કર્યા બાદ આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. વૃષ્ટિને શોધવા માટે અમદાવાદ પોલીસે વિવિધ ટીમો બનાવી હતી અને તેને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પોલીસને વૃષ્ટિ અને શિવમના CCTV ફૂટેજ પણ મળ્યા હતા જેમાં વૃષ્ટિ શિવમની સાથે જતી દેખાય છે. પોલીસને રેલવે સ્ટેશનના પણ ફૂટેજ મળ્યા હતા જેમાં તે માલસામાન સાથે શિવમની સાથે જતી દેખાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat Polls 2017 : FM Arun Jaitley reacts over Congress' VIKAS GONE CRAZY campaign - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments