વાહનચોર વિશાલ ગોસ્વામી કેવી રીતે ખતરનાક ખંડણીખોર બન્યો અને પકડાયો, જાણો વિગત

Ahmedabad: Crime Branch to interrogate gangster Vishal Goswami| TV9News
એક સામાન્ય વાહનચોર વિશાલ ગોસ્વામી ગેંગસ્ટર કેવી રીતે બન્યો તેની કથા પણ રોચક  છે. કદ કાઠીથી સામાન્ય વિશાલ ગોસ્વામીનો ચહેરો જ  તેની  ખતરનાક ગુનાહિત  છાપને છતી કરી દે છે. મૂળ મધ્યપ્રદેશનો વિશાલ ગોસ્વામી રાજસ્થાનમાં બુટ પોલિશ કરવાનું કે વેચવાનું કામ કરતો હતો તેને વાહન ચોરીથી ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો.  ચોરીના વાહનોને તે ઉત્તર ભારતના રાજ્યો જેવા કે આસામ,  સિક્કિમ સુધી વેચવા જતો હતો. વાહનચોરીમાં જે જોખમ હતું તો સમય અને મહેનત હતી પણ  તેની સામે તેને વળતર ઓછું મળતું હતું.  જેથી તેને વાહનચોરીના ધંધાને છોડવાનું નક્કી કર્યું. તેને ઓછી મહેનતે વધુ નાણા કમાવવા હતા.  જેથી તેને  કેમિકલ ચોરી શરૂ કરી પણ તેમાં તેેને અપેક્ષા  મુજબ સંતોષ ના મળ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કચ્છના મુન્દ્રામાં તેનો ભાઈ પ્રીતમપુરી ગોસ્વામી નોકરી માટે આવ્યો તેની પાછળ વિશાલ ગોસ્વામી પણ આવ્યો અને અહીં તેને ગુજરાતની આર્થિક સમૃદ્ધિ જોઈ. તેના એક મિત્ર એ તેને સલાહ આપી કે  ભીંડ મુરેનામાં હથિયારો મળે છે.  તું આ બધું કરે છે તેના કરતાં હથિયારથી ડરાવી લૂંટ કરી રૂપિયા કમાઇને ઠાઠથી રહે. વિશાલ ગોસ્વામી યુપી,એમપી રાજસ્થાનની સરહદો પર આવેલા અલવર, ભરતપુર,આગ્રા, ગ્વાલીયર આ બધા વિસ્તારોમાં હથિયાર સાથે ચોરી લૂંટ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો.  ત્યાર બાદ તેને ગુજરાતમાં વર્ષ 2011થી લૂંટ હત્યાના બનાવોને અંજામ આપવાની શરૂઆત કરી.  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2015માં વિશાલ ગોસ્વામી અને તેની ગેંગને ઝડપી પાડી તેની હિંમત તોડી નાંખી પરંતુ જેલમાં ગયા પછી ફરી એક વાર સક્રિય થયો અને જેલમાંથી જ ખંડણી નું નેટવર્ક વિસ્તાર્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  હેલ્મેટ ના પહેરવાના કિસ્સામાં આ રાજ્યની હાઈકોર્ટે સંભળાવ્યો મહત્ત્વનો ચુકાદો

 

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિશાલ અનેં તેના બે સાગરીતોની કસ્ટડી મેળવ્યા બાદ હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે જેલમાં રહીને કેટલાં સોની કે બિલ્ડરોને ટાર્ગેટ કર્યા.  આગામી દિવસો કોણ કોણ તેના નિશાને હતું. વિશાલ ગોસ્વામીના ખૌફથી ભયભીત કેટલાંક સોનીઓએ લાખો કે કરોડો રૂપિયાની ખંડણીની રકમ ચૂકવી હોવા છતાં ભોગ બનનારાઓ ફરિયાદ નોંધાવવાથી દુર ભાગી રહ્યા છે. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વિશાલ ગોસ્વામીના ત્રાસનો ભોગ બનેલા લોકોને સામે આવવા અપીલ કરી રહી છે. સાથે જ આવા લોકોના નામ ગુપ્ત રાખવાની તથા સુરક્ષાની ખાતરી પણ ક્રાઇમ બ્રાન્ચ આપી રહી છે. જો આવા ખંડણી ચૂકવનારા લોકો સામે આવશે તો આગામી દિવસોમાં સંખ્યાબંધ ગુના વિશાલ અને તેની ગેંગ વિરુદ્ધ નોંધાઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ટ્રાફિકના નિયમને લઇને સ્થાનિકોએ ટ્રાફિક પોલીસની ગાડી રોકતા થયું ઘર્ષણ, જુઓ VIDEO

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર અજય તોમરે વિશાલની ધમકીઓનો ભોગ બનેલા કે તેને શરણે થઈ ખંડણી ચૂકવી ચૂકેલા લોકો નિર્ભિક બની ફરિયાદ નોંધાવવા સામે આવે તેવી અપીલ કરતા જણાવ્યું કે આવા તમામ લોકો નામ ગુપ્ત રાખવામાં આવશે અને જરૂર પડશે તો સુરક્ષા પણ પુરી પાડવામાં આવશે.
FB Comments