ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી દિલીપ સંઘાણીની વરણી, ખેડૂતો માટે આપી આ બાંહેધરી

Ahmedabad: Dileep Sanghani elected Chairman of GUJCOMASOL| TV9News

કિંજલ મિશ્રા | અમદાવાદ,  રાજ્યના કૃષિક્ષેત્રનું સૌથી મોટું માળખુ ધરાવતા ગુજકોમાસોલનું સુકાન દિલીપભાઈને ફરી સોંપાયું છે. દિલીપ સંઘાણી પૂર્વ સહકારી મંત્રી પણ રહી ચૂક્યા છે. દેશની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન એટલે ગુજકોમાસોલ. આ ગુજકોમાસોલમાં આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે ગોવિંદભાઈ પરમારને રિપીટ કરાયા છે. બંનેને વધુ એક ટર્મ માટે ભાજપે તક આપી છે. ગુજકોમાસોલની ઓફિસે ભાજપના મહામંત્રી કે સી પટેલ અને પ્રવક્તા ભરત પંડ્યા મેન્ડેટ લઈને પહોંચ્યા હતા. એક સમયે ગુજકોમાસોલ પર કોંગ્રેસનો કબજો હતો. વર્ષો સુધી ગુજકોમાસોલના ચેરમને પદે નટુ પિતાંબરનો દબદબો હતો.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર: ભારે વિરોધ વચ્ચે સંજય રાઉતે ઈંદિરા ગાંધી પર કરેલાં નિવેદન અંગે કરી સ્પષ્ટતા

હવે આ સંસ્થા પર ભાજપનો કબજો છે. જો કે સરકારે ધીમેધીમે નાફેડને આગળ કરી ગુજકોમાસોલનું કદ ઘટાડ્યું છે. આજે આ ખેડૂતો માટે અતિ અગત્યની સંસ્થા છે. રાજયમાં તાલુકા જિલ્લા સંઘો અને સહકારી મંડળીઓ સહિત કુલ 5400 સભાસદો છે. ફરી એક વાર ચેરમેન પદે દિલીપ સંઘાણીને ચેરમેન તરીકે રીપીટ કરવામા આવ્યા છે ત્યારે ટીવીનાઈન સાથે વાતચીત કરતાં તેમણે ખેડુતોના પડખે ઉભા રહેવાની બાંહેધરી આપી હતી.  ખેડુતોની આવકમાં કઇ રીતે વધારો કરવામા આવે એ અંગે પણ રોડ મેપ તેયાર કરાયો હોવાનું જણાવ્યું હતું.  વધારેમાં ખાતરને લઈને ખેડૂતોને આગામી દિવસોમાં તકલીફ નહી આવે એમ પણ જણાવ્યું હતું. જ્યા જરૂર પડશે ખેડૂતો માટે સરકારને પણ ટકોર કરવાની તૈયારી બતાવી હતી.

READ  જાણો મજૂરો અને ખેડૂતો માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી?

GUJCOMASOL CHAIRMAN DILIP SANGHANI

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે 1 મે,  1961થી ગુજકોમાસોલે ખાતરોનું વિતરણ શરૂ કર્યું. 1976 માં જીએસએફસીની સ્થાપના સાથે તેના મુખ્ય વિતરકો તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ગુજકોમાસોલ જીએસએફસી, જીએનએફસી, ઇફકો, ક્રિભકો, ભારતીય પોટાશ માટે પણ મુખ્ય ડિસ્ટ્રિબ્યુટર છે. ફેડરેશન દ્વારા માત્ર સહકારી મંડળ દ્વારા ખાતરોના વિતરણની નીતિ અપનાવવામાં આવી હતી અને ગુજરાત સરકારે આ નીતિ સ્વીકારી હતી. 1961માં ફેડરેશનની પૂલ ખાતરોના એકમાત્ર વિતરણ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. વિતરણ ચેનલ ફક્ત સહકારી મંડળીઓ  છે. ફેડરેશન પાસે આમ તો પિરામિડ પ્રકારનો ગામલોક સ્તરે પ્રાથમિક સોસાયટીઓ છે જેનો વિશાળ આધાર રચાય છે.  જેમાં બહુહેતુક અને સેવા સહકારી મંડળીઓનો સમાવેશ થાય છે. 

Ahmedabad: Dileep Sanghani elected Chairman of GUJCOMASOL| TV9News


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદના જુહાપુરામાં પોલીસની ગાડી પર થયો પથ્થરમારો, જુઓ VIDEO

 

દિલીપ સંઘાણી અગાઉ ખેડૂતોને અપાતા પાકવીમા મામલે સરકારની મુશ્કેલીઓ વધારતા નિવેદનો કરી ચૂકયા હોવા છતા અમરેલી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા હોવાથી ભાજપે ફરીથી ભરોસો મૂક્યો છે. આ સંસ્થા પર નટુ પિતાંબરનું વર્ચસ્વ હતું. જેમને હટાવવા માટે ભાજપના નેતાઓએ ભારે મથામણ કરી અમે આ સંસ્થા પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. દિલીપ સંઘાણીને ફરી ચેરમેન પદની લોટરી લાગી છે. ત્યારે ખેડૂતો માટે આ વરણી કેટલી લાભદાયી રહેશે એ આગામી સમય જ નક્કી કરશે!

READ  VIDEO: સાસણ ગીર જતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે, 4 મહિના માટે સિંહ દર્શન બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments