અમદાવાદ પકવાન ચાર રસ્તા પાસે મોડી રાત્રે ફૂટપાથ પાસે સૂતેલા વૃદ્ધ પર કાર ચડાવી દેતા ઘટનાસ્થળે મોત, જુઓ VIDEO

 

અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક કારચાલકે ફૂટપાથ પાસે સુઈ ગયેલા વૃદ્ધ પર કાર ચડાવી દેતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. યુવક પોતાની કાર પાર્ક કરવા જતાં વૃદ્ધનો ભોગ લેવાયો છે. જો કે વૃદ્ધ પર કાર ચડાવ્યાં બાદ કારચાલક કાર મુકીને ત્યાંથી ફરાર થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ YMCA ક્લબ ખાતે જોન જીવર્ગીસના પુસ્તક 'પુરૂષાર્થની પરિક્રમા'નું કરાયું વિમોચન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અકસ્માતમાં મૃત્યુ પામનાર સુખલાલ બાવરિયા મૂળ રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે અને તેઓ એસ.જી. હાઈવે પર રમકડાં વેચીને ગુજરાન ચલાવી દીકરાની સાથે ફૂટપાથ પર રહેતા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરાર કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

READ  GUJARAT 20-20 : 4-1-2016 - Tv9 Gujarati

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments