અમદાવાદ: નકલી HSRP નંબર પ્લેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જુઓ VIDEO

અમદાવાદના રામોલ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસેને બગાસું ખાતા પતાસું હાથે લાગ્યુ છે. રામોલ પોલીસે ચેકિંગ દરમિયાન એક શખ્શની ધરપકડ કરી હતી. જેના પગલે ડુપ્લીકેટ HSRP નંબર પ્લેટ બનાવાનું આખું રેકેટ ઝડપાયું છે. આરોપીની તપાસમાં મુંબઈ કનેક્શન સામે આવતા રામોલ પોલીસની એક ટીમ મુંબઈ ખાતે તપાસમાં ગઈ હતી.

આ પણ વાંચો: સાળંગપુર કષ્ટભંજન દેવને એક ભક્તે આપી અનોખી ભેટ, જુઓ PHOTO

જેમાં રામોલ પોલીસને બાલારામ ઉર્ફે ભરત નામના શખ્શની મુંબઈ ગોરેગાંવ નજીકથી ધરપકડ કરી. અને સામે આવ્યુ કે આ શખ્શ મુંબઈ ગોરેગાંવમાં દુકાન ધરાવે છે અને નકલી નંબર પ્લેટ બનાવે છે. આરોપીની દુકાનમાંથી પોલીસને પ્રેસિંગ મશીન અને કેટલીક નંબર પ્લેટ મળી આવી હતી. ઉલેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ રામોલ પોલીસે કરી છે. અને વધુ તપાસ શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદઃ વિરમગામમાં કેનાલ ઓવરફ્લો થતા ખેતરો પાણીથી તરબોળ, બેદરકાર અધિકારીઓના વાંકે ખેડૂતોને પડતા પર પાટું

[yop_poll id=”1″]

 

 

FB Comments