ATMમાંથી ડબલ પૈસા નીકળતા હોવાથી લોકોની લાઈનો લાગી, જુઓ VIDEO

Ahmedabad: Faulty ATM dispenses twice the requested amount

અમદાવાદ:  દરિયાપુર દરવાજા પાસે એક્સિસ બેન્કના એટીએમમાંથી ડબલ પૈસા નીકળતા હોવાની વાતને લઈને એટીએમ બહાર લોકોની ભીડ જામી હતી. એટીએમમાંથી ડબલ પૈસા નીકળતા હોવાની વાતને લઈને લોકોના ટોળા ઉમટ્યા હતા અને અનેક લોકોએ ટ્રાન્જેક્શન કરી ડબલ પૈસા ઉપાડયા હોવાની વાતને લઈને તાત્કાલિક પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોના મત મુજબ એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડતા 1000 રૂપિયા નીકળતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટમાં વકરી રહેલા રોગચાળાને એક તરફ મૂકી નેતાઓ દારૂ મુદ્દે આવ્યા આમને-સામને

આ પણ વાંચો :  સચિન તેંડુલકરે આપ્યો જવાબ કે કયો ખેલાડી તેને સૌથી વધારે પસંદ છે!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ ડબલ પૈસા નીકળી રહ્યાં હોવાનો સ્થાનિકોએ મોબાઈલ વીડીયો વાઇરલ કર્યો હતો. આમ બેંકના કર્મચારીઓને જાણ થતાં તાત્કાલિક ટેક્નિશીયન એટીએમ મશીન રીપેર કરવા પહોંચ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ટેક્નીકલ ક્ષતિના કારણે ડબલ પૈસા આવી રહ્યા હતા. હાલ એટીએમનું શટર બંધ કરી યુદ્ધના ધોરણે એટીએમ રીપેર કરવા માટે 5 કર્મચારીઓ પોલીસની ઉપસ્થિતિમાં કામે લાગ્યા છે.

READ  VIDEO: મુંબઈમાં આધેડે કર્યો આપઘાતનો ડ્રામા! ગળે ફાંસો લગાવી બ્રિજ પરથી મારી છલાંગ !

 

FB Comments