કોંગ્રેસી નેતા અને પૂર્વ પાસ આગેવાન હાર્દિક પટેલના પત્ની કિંજલે હાર્દિકના ગાયબ હોવાનો કર્યો ખુલાસો!

Ahmedabad: Hardik Patel has not returned home after January 18, says his wife Kinjal Patel

કોંગ્રેસી નેતા અને પૂર્વ પાસ આગેવાન હાર્દિક પટેલ પાછલા કેટલાક દિવસોથી ઘરે આવ્યો નથી. આ મુદ્દે તેની પત્નીએ ચિંતા વ્યક્ત કરી છે. અને હાર્દિક પટેલને ભાજપ સરકાર દ્વારા હેરાન કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. હાર્દિકની પત્ની આજે પ્રથમ વાર મીડિયા સમક્ષ આવી હતી. અને ગત્ત 18મી તારીખથી હાર્દિક ગાયબ હોવાનો ખુલાસો કર્યો હતો. જોકે તેનું માનવું છેકે, હાર્દિક પર વસ્ત્રાપુરમાં પોલીસ મથકમાં નવો કેસ થયો છે. અને તેમાં તે ફસાયો હોઇ શકે છે. જોકે તેણે ચીમકી ઉચ્ચારી છે કે, જો હાર્દિક પટેલને કશું થશે તો તેના માટે ગુજરાતની ભાજપ સરકાર જવાબદાર ઠરશે.

READ  VIDEO: અમદાવાદના બોપલ, ભુયંગદેવ અને નિકોલમાં પાણીની ટાંકી ધરાશાયીની ઘટના બાદ તંત્ર જાગ્યું!

આ પણ વાંચોઃ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફિલ્મ ‘થ્રી ઈડિયટસ’નો સીન થયો રીપીટ, યુવકે એક્ટિવા પર દર્દીને લઈ ટ્રોમા સેન્ટરમાં મારી ‘એન્ટ્રી’

જોકે બીજી તરફ ફરી એકવાર પાટીદારોને એક કરીને સરકાર સામે ન્યાય માટે લડત ચલાવવામાં આવશે. આ હુંકાર કર્યો છે પાસ પ્રમુખ અલ્પેશ કથિરિયાએ. અલ્પેશે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, રાજ્ય સરકારે કેસો પાછા ખેચવાની કરેલી જાહેરાત અને સમાધાન સમયે પાટીદાર અગ્રણીઓએ કરેલા વાયદા મુદ્દે તેમની પાસે જવાબ માગવામાં આવશે.

READ  શહેરમાં ઓટો રિક્ષાની સંખ્યાને લઈ સરકાર કરી શકે છે નિર્ણય, CM રૂપાણી વાહન વ્યવહાર વિભાગ સાથે કરશે બેઠક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments