અમદાવાદનો રસપ્રદ કિસ્સો! વાળંદે વાળ કાપીને માગ્યા 20 રુપિયા અને આ વિદેશીએ આપી દીધા 30 હજાર

અમદાવાદમાં વાળંદને એક વ્યક્તિએ વાળ કપાવીને એટલાં બધા રુપિયા આપી દીધા કે તેને આખા મહિનામાં પણ એટલાં રુપિયા નહીં મળતાં હોય. ફૂટપાથ પર કામ કરનાર વાણંદ સાથે આ કિસ્સો બન્યો હતો.

સાહેબ મફતની તો કોઈ ચા પણ નથી પીવડાવતું અને જ્યારે આપવાવાળો આપે છે ત્યારે છપ્પરફાડીને આપે છે આ બંને ડાયલોગ આપણે બોલતાં જ હોઈએ છીએ. અમદાવાદ શહેરમાં નોર્વે દેશમાંથી એક યુટ્યુબર ફરવા આવેલો અને તેને પોતાના વાળ કપાવાની અને દાઢી કરાવવાની ઈચ્છા થઈ.

 

 

અમદાવાદના રસ્તાં પર વાળંદને હાથેથી કાતરને લઈને લોકોના વાળ કાપતાં જોઈને નોર્વેથી આવેલાં હેરાલ્ડ બાલ્ડરને મજા પડી ગઈ અને તેણે પણ ત્યાં જ વાળ કપાવવાનું નક્કી કર્યું. જ્યારે ફૂટપાથ પરના વાળંદે તેના વાળ કાપીને અરીસો આપ્યો તો નોર્વેથી આવેલ હેરાલ્ડ ખુશ થઈ ગયો. તેણે પોતાના આ વાળની સ્ટાઈલ ગમી ગયી. વાળ કપાવ્યા બાદ તેણે વાળંદને પુછ્યું કે કેટલાં રુપિયા થયાં ત્યારે વાળંદે જવાબ આપ્યો કે માત્ર 20 રુપિયા. વાળંદની ઈમાનદારી નોર્વેથી આવેલાં હેરાલ્ડને પસંદ આવી ગયી અને તેણે વાળંદને 400 ડૉલર આપી દીધા. હેરાલ્ડ પોતે યુટ્યુબર છે અને પોતાના કમાણીમાંથી ગરીબ બાળકોને દાન કરતો રહે છે. વાળંદને વધારે પૈસા આપવા બાબતે તેણે કહ્યું કે વાળંદ પોતે ઈમાનદાર છે અને આ પૈસાથી તે નવા સાધનો લઈ શકશે અને વધારે સરસ વાળ કાપી શકશે.

આમ અમદાવાદની ફૂટપાથ પર વાળ કાપતાં વાળંદે માગ્યા 20 રુપિયા અને મળ્યાં 400 ડોલર જેની ભારતીય રુપિયા મુજબ ગણતરી 30,000 રુપિયા જેટલી થાય છે.

Did you like the story?

Ahmedabad : Health dept slaps notice to 7 hospitals over negligence- Tv9

FB Comments

Hits: 41716

Comments are closed, but trackbacks and pingbacks are open.