અમદાવાદ LCBએ કારખાનાઓમાંથી મશીનો અને વાયરની ચોરી કરતાં બે રીઢા ચોરોને પકડી પાડ્યા,

અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે  ઘરફોડ ચોરી કરતા ચોરોને પકડી પાડયા છે. આરોપીઓ બંધ ફેકટરીઓને ટાર્ગેટ કરીને તેમાં રહેલી કિંમતી વસ્તુઓ ચોરીને પૈસા કમાતા હતા. પોલીસે આરોપીઓને એક કાર સાથે ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં માથું ઝુકાવીને ઉભેલા આ કોઈ સામાન્ય ચોર નથી. વધતી જતી ઉંમરની સાથે તેમની કર્મ કુંડળી પણ વધુ છે. તેમની નજર હંમેશા રહેતી કંપનીઓ કે ફેકટરીઓ પર કે જ્યા કોઈ ચોકીદારના હોય. જ્યાં કિંમતી સામાન રાખવામાં આવ્યો હોય. આ બે ચોરોએ આવી જ એક કંપનીને ધંધુકામાં ટાર્ગેટ બનાવી હતી. આ બંધ પડેલી ફેક્ટરીમાં લાખો રૂપિયાનું તાંબું રાખવામાં આવ્યું હતું. આ તાંબાની ચોરી કરી આરોપીઓ અમદાવાદમાં વેચવાની ફિરાકમાં હતા. જોકે આ પહેલાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધા હતાં.

 

પકડાયેલાં આરોપીઓ પાસેથી પોલીસે એક મોંઘી કાર મોબાઈલ ફોન અને રોકડ જપ્ત કરી હતી. આ સાથે બંધ  ફેક્ટરીમાંથી ચોરેલુ કિંમતી તાંબું જેની કિંમત છ લાખ જેટલી થાય છે તે પણ જપ્ત કર્યું હતું. આ બને આરોપીઓ સિવાય હજુ પણ ત્રણ આરોપીઓ આ ચોરીમાં સામેલ છે. આ તમામ આરોપીઓ ચોરી કરવાની ટેવવાળા હતા. આરોપી નવીન ત્રિવેદી અગાઉ પણ બે વાર પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે. જયારે બીજો આરોપી સુરેશ મિશ્રા પણ ભૂતકાળમાં બંધ મિલોના મશીન ચોરતા પકડાયો છે.

ધંધુકાની ફેક્ટરીમાં થયેલ ચોરી સિવાય હજુ કેટલી ચોરીઓને અંજામ આપ્યા છે. આ સાથે તેમની ગેંગમાં હજુ કેટલા આરોપીઓ છે તે અંગેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી છે. પોલીસને હજુ આશા છે કે વધુ ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે.

[yop_poll id=1416]

A youth found murdered near Kotdasangani, Rajkot - Tv9

FB Comments

Darshal Raval

Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192

Read Previous

ગુુજરાતમાં રેલી દરમિયાન રાહુલ ગાંધીને એક કોંગ્રેસી મહિલા કાર્યકર્તાએ ગાલ પર આપ્યું ચુંબન, જુઓ વીડિયો

Read Next

પ્રિયંકા ગાંધીએ ચાલી BJPની ચાલ, Twitter બાદ હવે Whatsapp પર કરી પૉલિટીકલ એન્ટ્રી

WhatsApp chat