જો તમને એવું લાગે છે કે મતદાન કરવું સમય બરબાદ કરવા જેવું છે, તો પરદાદા-પરદાદીની ઉંમરના આ ગુજરાતી લોકોને મળો,100 વર્ષથી વધુ ઉંમરના 719 લોકો દરેક ચૂંટણીમાં કરી રહ્યા છે મતદાન

ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે અને વોટ આપવો એ દરેક નાગરિકની ફરજ છે. ત્યારે હાલમાં દેશના સૌ પ્રથમ મતદારની વાત થઈ રહી છે ત્યારે ગુજરાતના અમદાવાદ શહેરમાં વયોવૃધ્ધ મતદાતાઓ પણ વોટ આપવા માટે ઉત્સાહી છે. 100 વર્ષથી પણ વધુ ઉંમરના આ મતદાતાઓમાં મત આપવાનો ઉત્સાહ યુવા મતદારોને પણ પ્રેરણા આપે તેવો છે.

મણિનગરમાં રહેતા લીલાવતીબેન પટેલની ઉંમર 101 વર્ષ છે. ઉંમરની સદી વટાવી ચૂકેલા લીલાવતીબેન પથારીવશ હોવા છતાં પણ તેમનો જુસ્સો હજુ પણ અકબંધ છે. 100 વર્ષ વટાવીને તેમણે આઝાદી બાદની તમામ ચૂંટણીઓ જોઈ છે. તેમણે દરેક ચૂંટણીમાં મતદાન પણ કર્યું છે. આટલી ઉંમર હોવા છતાં પણ નવયુવાનોને પ્રેરણા મળે તે રીતે કહે છે કે મત તો આપવો જ જોઈએ.

READ  વાપીમાં સરાજાહેરમાં યુવકે કરી પોતાના જ મિત્રની હત્યા, હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ

ઉંમરની સદી વટાવી ગયેલા વૃધ્ધો પણ મતદાન કરવા ઉત્સાહીત રહ્યા છે. એટલું જ નહીં માત્ર અમદાવાદ જીલ્લામાં 100 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 719 મતદારો છે. જે સમગ્ર દેશના યુવાનોને પ્રેરણા આપે તેવા છે. તેમની ઉંમર પણ લોકશાહીનો પર્વ મનાવવા માટે સહેજ પણ આડે નથી આવતી.

આ પણ વાંચો :  કેવી રીતે ચૂંટણી પંચે 1951 થી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી રહેલાં દેશના સૌ પ્રથમ મતદાર શ્યામ સરણ નેગીને શોધી કાઢ્યા ?, Ph.D થી ઓછી ચેલેન્જ ન હતી અધિકારીઓ માટે

આવા જ એક મતદાતા છે ઈસનપુરમાં રહેતા સીતાબેન ઠાકોર છે. સીતાબેનની ઉંમર 112 વર્ષની છે. 112 વર્ષની ઉંમરે પણ તેઓ ચાલીને મતદાન મથકે મત આપવા માટે જાય છે. સીતાબહેને અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યુ છે. સીતાબેન પણ તમામ મતદારોને અપીલ કરે છે કે તમામે મતદાન કરી પોતાની ફરજ નિભાવવી જોઈએ.

READ  વડોદરાઃ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ, આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો કર્યો નાશ, જુઓ VIDEO

Depression alert in Arabian Sea, Signal No: 02 hoisted at Okha port | Tv9GujaratiNews

FB Comments