અમદાવાદમાં બોમ્બ ધડાકાની ધમકી આપનારા યુવકની કરાઈ ધરપકડ

Ahmedabad: BRTS bus killed 2 brothers near Panjarpol case; FSL report reveals driver's negligence
તસવીર પ્રતીકાત્મક છે.

અમદાવાદની પોલીસને દોડતી કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ઈસનપુરથી ધરપકડ કરવામાં આવી છે.  આરોપી આસિમ શેખ ઉર્ફે બાબા હડી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને અગાઉ ગુનામાં સંડોવાયેલો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં શાકભાજીના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ યુવક અગાઉ મારામારી જેવા ગુનામાં પોલીસ હાથે ઝડપાઇ ચુક્યો છે.  મોહમંદ આસીમ નામના આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને નહેરૂનગર BRTS બસ સ્ટેશનને ફૂંકી મારવાની ધમકી આપી હતી. આરોપીને નહેરુ નગર બીઆરટીએસના બુથ ઓપરેટર સાથે ટિકિટ લેવા બાબતે માથાકૂટ થઈ હતી. જેથી આરોપીએ BRTSના અધિકારીઓને પાઠ ભણાવવા માટે બોમ્બ મુક્યો હોવાનો ફોન કર્યો હતો. આ જ આરોપીની 2017માં પણ પાસા એક્ટ હેઠળ ધરપકડ થઈ હતી અને તેના પર જુદાજુદા 6 જેટલાં ગુના પણ નોંધાયેલા છે.

READ  Bizman declared Rs 13k crore blackmoney case; Congress demands CBI probe - Tv9

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

FB Comments