કેન્સર પીડિતોની સેવા કરવા આ ઉદ્યોગપતિ દર મહિને કેન્સર હોસ્પિટલ ખાતે પહોંચી જાય છે, દર્દી અને તેમના પરીવાર સાથે ભજન-કિર્તન પણ કરે છે

અમદાવાદના નવનીતભાઈ મંગલભાઈ ઠક્કર કે જેઓ છેલ્લા આશરે 15 વર્ષથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પીટલમાં આવેલી કેન્સર હોસ્પીટલમાં દર્દીઓ માટે ભજન કિર્તન અને સેવાના કાર્યક્રમો કરે છે.

નવનીતભાઈ આમ તો પ્લાસ્ટીકના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનું કહેવું છે કે કેન્સર હોસ્પીટલના જ ડોક્ટર અને પદ્મશ્રી ડો.પંકજ શાહ તેમજ અન્ય લોકોના સંપર્કમાં આવતા તેમને પ્રેરણા થયેલી કે પોતાને જરૂર પુરતું કમાઈ લીધા પછી જનસેવાના કામ ભક્તિના માધ્યમથી કરીશ. આશરે 15 વર્ષ પહેલાના ગુરૂવારે કેન્સર હોસ્પીટલમાં તેમણે ભજન-કિર્તન કેન્સરના દર્દીઓ સાથે બેસીને કર્યા. જેનાથી દર્દીઓને રાહત મળી અને માનસીક સાંત્વના મળી. ત્યારથી દર મહિનાને એક ગુરૂવારે નિયમીત રીતે નવનીતભાઈ તેમના સાથી અને મિત્રોની ટીમ સાથે કેન્સર હોસ્પીટલ જાય છે.

 

READ  ટ્રાફિકના ભારે દંડના ખોફથી અમદાવાદમાં માત્ર 2 દિવસમાં જ BRTS બસની આવકમાં થયો 2 લાખ રૂપિયાનો વધારો

કેન્સરના દર્દીઓ તેમજ સંબંધીઓ સાથે બેસીની ભજન કિર્તન કરે છે. વધુમાં જરૂરીયાત મંદોને ફળ અને અન્ય વસ્તુઓનુ વિતરણ પણ કરે છે. નવનીતભાઈનું કહેવું છે કે દર્દીઓને દવા કરતા માનસીક શાંતીની જરૂર વધારે હોય છે ત્યારે અમને અને દર્દીઓને ભજન કિર્તનથી રાહત થાય છે તેથી અમે આ કામ કોઈપણ અપેક્ષા વગર કરીએ છીએ.

READ  સુરતના એક કપલની કંકોત્રીમાં એવું તો શું ખાસ છે કે PM નરેન્દ્ર મોદીએ પણ કરી દીધા વખાણ, જુઓ VIDEO

Rajmoti school Girl students allege harassment by teacher, video goes viral | Rajkot

FB Comments