ન્યૂઝીલેન્ડમાં થયેલા હુમલામાં અમદાવાદના 1 વ્યકિતને વાગી ગોળી, તેમના પુત્રને મળવા ગયા હતા ક્રાઈસ્ટચર્ચ

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં 2 મસ્જિદ પર થયેલી અચાનક ફાયરિંગની ઘટનામાં લગભગ 49 લોકોના મોત થયા હતા અને 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. જેમાં 9 જેટલા ભારતીયો ગુમ થયેલા છે.

જેમાં અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય મહેબુબ ખોખર(GEB)નામના નિવૃત સરકારી કર્મચારી પોતાના પુત્રને મળવા માટે ન્યૂઝીલેન્ડ ગયા હતા. આ દરમિયાન નમાઝ પઢવા માટે મસ્જિદમાં ગયા હતા. જ્યાં આ ફાયરિંગની ઘટનામાં તેમને ગોળી વાગતા ઘાયલ થયા હતા અને તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મેહબૂબભાઈ ખોખર 2 મહિના પહેલા પોતાની પત્ની સાથે પોતાના પુત્ર ઈમરાન ખોખરને મળવા માટે ન્યૂઝીલેન્ડ ગયા હતા. તેમનો પુત્ર ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચના ફિલિપ્સટાઉન વિસ્તારમાં રહે છે.

 

 

ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને દુખ વ્યકત કરતા કહ્યું હતું કે ક્રાઈસ્ટચર્ચની ઘટનાને ન્યૂઝીલેન્ડના ઈતિહાસની સૌથી ખરાબ ઘટના ગણાવી હતી. અત્યાર સુધીમાં આ હુમલો કોના દ્વારા અને કેમ કરવામાં આવ્યો હતો તેવી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.

Ahmedabad: Suicide case of broker; Dy.SP and his brother booked in the matter- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

વિદ્યાર્થીનો નવો કીમિયો,પાસ થવા પેપરમાં લખ્યું ‘પાકિસ્તાન સાથે બદલો લેવો છે, પાસ કરી દો ને’

Read Next

‘DGP કપ એથ્લેટિકસ 2019’માં કુલ 12 મેડલ મેળવીને સુરત પોલીસે મેળવ્યો બીજો નંબર મેળવ્યો

WhatsApp chat