અમદાવાદમાં ફરી એક વખત પોલીસની દાદાગીરી, ખાખી વર્દીનો રોફ જમાવી દુકાનદાર પર લાઠીઓ વરસાવી

અમદાવાદમાં ફરી એકવાર પોલીસની દાદાગીરી સામે આવી છે. ખાખી વર્દીનો રોફ જમાવી દુકાનદાર પર લાઠીઓ વરસાવતા રોષ ફાટી નીકળ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહને દાદાગીરી કરવી ભારે પડી છે. કોન્સ્ટેબલ વિરુદ્ધ પીડિતે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ નોંધાવી છે. સાથે કોન્સ્ટેબલે નકલી પોલીસ સાથે મળીને બે લાખ રૂપિયા પડાવી લીધાની પણ ફરિયાદ કરી છે. પોલીસે પીડિત ગફરુ ભરવાડની ફરિયાદ નહીં નોંધતા તેમને એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ VIDEO: માતા-પિતા સમાન દરજ્જો ધરાવતા શિક્ષકોએ પોતાના ચારિત્ર્યની છબીનું પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો નારોલ ટોરેન્ટ સબ સ્ટેશન સામે ચાની કિટલી ધરાવતા ગફરુ ભરવાડની કિટલી પર નારોલ કોન્સ્ટેબલ મયુરસિંહ એક શખ્સ સાથે આવી ચડ્યા હતા. રસ્તા પર કોનું ટેન્કર પડ્યું છે કહીને લાઠીઓ વરસાવાનું શરૂ કરી દીધું હતું.. એટલુ જ નહીં પોલીસ ફરિયાદ કરી તો ચોરીમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગફરુ ભરવાડની કારની તપાસ કરી તેમાંથી 2 લાખ રૂપિયા લૂંટી લીધાનો આક્ષેપ પીડિતે કર્યો છે. આ રૂપિયા તેમને પુત્રના લગ્ન માટે લોન પર લીધા હતા. પોલીસના મારથી ગફરુ ભરવાડને હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments

TV9 Webdesk12

Read Previous

VIDEO: માતા-પિતા સમાન દરજ્જો ધરાવતા શિક્ષકોએ પોતાના ચારિત્ર્યની છબીનું પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે

Read Next

VIDEO: વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય ના હારવાના રેકોર્ડ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે

WhatsApp પર સમાચાર