અમદાવાદની જનતાને રાજ્ય સરકાર આપશે નવા વર્ષની સૌથી મોટી ભેટ, સમય અને પૈસા બંનેની થશે બચત

અમદાવાદની આશરે 70 થી 80 લાખ વસ્તીને મોટી રાહત મળવા જઇ રહ્યો છે. BRTS અને રિવરફ્રન્ટ પછી અમદાવાદીઓને મોટી ભેટ મળી રહી છે. મેટ્રો ટ્રેનના કોચ કોરિયાથી રવાના થયું છે. આ કોચ ડિસેમ્બરના અંત સુધીમાં અમદવાદ પહોંચી જશે. જે પછી જાન્યુઆરીના મધ્યમાં એટલે કે 20 તારીખની આસપાસ શરૂ થશે.

ત્રણ મહિના સુધી ટ્રાયલ કર્યા પછી કમિશ્નર ઑફ રેલવે સેફ્ટી દ્વારા ઇન્સેપક્શન કર્યા પછી જ સર્ટિફિકેટ મળશે. જાન્યુઆરીમાં શરૂ થનારી પહેલી મેટ્રો ટ્રેનમાં મુસાફરોને એપ્રિલ મહિનાથી બેસવા મળશે. મેગા કંપની દ્વારા મેટ્રો ટ્રેનના કોચ તૈયાર કરવાનો કોન્ટ્રેક્ટ સાઉથ કોરિયાની હુન્ડાઈ રોટેમનને આપવામાં આવ્યો છે.

Metro_tv9
અમદાવાદમાં વસ્ત્રાલ થી અપેરલ પાર્ક વચ્ચે શરૂ થશે મેટ્રો

હાલમાં મેટ્રોના કોન્ટ્રાક્ટ સાઉથ કોરિયાની કંપનીને 96 કોચ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. જેના પર આશરે રૂ. 1050 કરોડનો ખર્ચ આવશે. એટલું જ નહીં વસ્ત્રાલ ગામથી અપેરલ પાર્ક વચ્ચે મુસાફરો વગર ટ્રાયલ કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટમાં આડેધડ ફી ઉઘરાવતી ખાનગી સ્કૂલો સામે તંત્રએ કરી લાલ આંખ, જાણો કઈ સ્કૂલો કરશે વાલીઓને ફી પરત?


વસ્ત્રાલ ગામથી અપેરલ પાર્ક વચ્ચે 6.2 કિમી લાંબા રૂટ પર 20 જાન્યુઆરી સુધી મેટ્રો ટ્રેન ટ્રાયલ રન શરૂ થઈ જશે. 15 જાન્યુઆરી સુધીમાં તમામ કામ પૂરું કરી દેવામાં આવશે. હાલમાં આ રૂટ પર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જેમાં સિગ્નલથી ઈલેક્ટ્રિક કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. જેના તમામ નિર્દેશો આપવામાં આવ્યા છે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

19-yrs old medical student dies in tug-of-war game, Mumbai - Tv9

FB Comments

Hits: 1644

Comments are closed, but trackbacks and pingbacks are open.