કેમ તપાસ કરે છે? એમ કહીને યુવકે પોલીસ કોન્સ્ટેબલને છરી મારી દીધી

29 સપ્ટેમ્બરે ઇસનપુર મિલતનગર પાસે ઇસનપુર પોલીસ ગુનાના આરોપીઓને શોધવા ડ્રાઈવમાં  હતી. તે સમયે ઝુંબેર નામને શખ્સ કે જે અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો છે. તે ત્યાંથી પસાર થયો જેની તપાસ કરવા જતાં ઝુંબેરે તપાસ નહિ કરવાની કહી વિરોધ નોંધાવ્યા હતો. જેથી પોલીસને તેની પાસે હથિયાર હોવાની આશંકા જતા પોલીસે વધુ તપાસ કરી અને જેવું પોલીસ તેની પાસે રહેલ હથિયાર કબ્જે કરે તે પહેલા ઝુંબેરે તેની તપાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ પર જ તેની પાસે રહેલ છરી વડે હુમલો કર્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઘટનામાં અને ઝપાઝપીમાં યુવરાજસિંહ ગોહિલને હાથના ભાગે ઇજા થતાં સારવાર આપવામાં આવી. તો બીજી તરફ ઘટના સમયે હાજર અન્ય પોલીસ કર્મીઓએ ઝુંબેરને ઝડપી પાડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી ઝુંબેર 2010થી ગુનાહિત પ્રવુતિ સાથે સંકળાયેલ છે. અત્યાર સુધી અનેક ગુના આચર્યા છે. સાથે જ એક વાર ઝુબેરની સામે  પાસા કાનૂન હેઠળ પણ કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે.  પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ઝુબેર કેમ તેની સાથે છરી લઈને ફરી રહ્યો છે. શુ તે કોઇ ગુનાને અંજામ આપવું છરી લઈને ફરી રહ્યો હતો કે પછી રોફ જમાવવા માટે?   આ બાબતે તમામ જાણકારી મેળવવા માટે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
Oops, something went wrong.
FB Comments
READ  સુરતમાં યુવકે કરી આત્મહત્યા, જુઓ LIVE VIDEO
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192