અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેન મોડી પડી, દરેક મુસાફરને મળશે આટલું વળતર

ahmedabad mumbai tejas express train passengers to get rupees 100 each for train delay ahmedabad mumbai tejas express train modi padi darek musafar ne malse aatlu vadtar

શહેરના રેલવે નેટવર્કમાં પ્રથમ વખત કોઈ ટ્રેન મોડી થવા પર મુસાફરો વળતરને પાત્ર છે. અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ લગભગ 630 મુસાફરોને ટ્રેન લેટ થવાના કારણે 80 મિનિટ મોડી પહોંચી. તેને લઈ મુસાફરો વળતર માટે હકદાર છે. ટ્રેનની શ્રેણીમાં તેજસ એક્સપ્રેસ એકમાત્ર એવી ટ્રેન છે, જે પોતાના મુસાફરોને ટ્રેન મોડી થવા પર વળતર આપે છે.

 

જો ટ્રેન એક કલાકથી વધારે મોડી હોય છે તો 100 રૂપિયા વળતર આપવામાં આવે છે. જ્યારે ટ્રેન 2 કલાક મોડી થવા 250 રૂપિયા વળતર આપવામાં આવે છે. આ બીજી વખત તેજસ એક્સપ્રેસ મુસાફરોને વળતર આપી રહી છે. વર્ષ 2019ના ઓક્ટોબર મહીનામાં દિલ્હી-લખનઉં તેજસ એક્સપ્રેસના 950 મુસાફરોને 3 કલાક મોડી ટ્રેન થવા પર 250 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વધુ એક ખાનગી તેજસ ટ્રેન, જુઓ VIDEO

આ કારણે ટ્રેન મોડી પડી

અમદાવાદ-મુંબઈ ટ્રેન મીરા રોડથી ભાયંદરની વચ્ચે બપોરે 12.38 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી ઓવર હેડ ઉપકરણોમાં ટેક્નીકલ સમસ્યાના કારણે વેસ્ટર્ન રેલવે સર્વિસ પ્રભાવિત થઈ. તેની અસર તેજસ સહિત ચાર લાંબી મુસાફરીવાળી ટ્રેનો પર પડી. IRCTC પબ્લિક રિલેશન ઓફિસરના કહેવા મુજબ ઓવર હેડ ઈલેક્ટ્રિક વાયરના કારણે ટ્રેન મોડી પડી. મુસાફરો 100 રૂપિયા વળતરના હકદાર છે, કારણ કે ટ્રેન મોડી ચાલી રહી હતી.

READ  અબૂ ધાબીમાં ખાસ રીતે કરવામાં આવી વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહની ઉજવણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુસાફરો આ રીતે મેળવી શકે છે વળતર

મુસાફર દાવો કરી તેમના પૈસા મેળવી શકે છે. IRCTC મુજબ 630 મુસાફર વળતરના હક્કદાર છે. મુસાફર 1800-266-8844 પર કોલ કરી શકે છે અથવા irctcclaim@libertyinsurance.in પર ઈ-મેઈલ કરી શકે છે. તેમને PNR નંબરની સાથે ઈન્શ્યોરન્સ નંબર અને એક કેન્સલ ચેક લગાવવો પડશે. આ તમામ જાણકારીઓ આપ્યા પછી દાવા પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

READ  Banks closed today, ATMs shut; cash woes continue - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Top News Headlines Of This Hour : 04-04-2020 | Tv9GujaratiNews

FB Comments