અમદાવાદમાં વિદ્યાર્થીઓને લાગી રહી છે સફેદ નશાની આદત, તમારા બાળકોની બેગમાં પણ છે આ પેન?

Ahmedabad Na Students ma lagi rahi Che Whitener no nasho karvani aadat

વાઈટનરનો નશો વિદ્યાર્થીઓને ભરડામાં લઈ રહ્યો હોવાની આંચકારૂપ વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. અત્યાર સુધીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ આ નશાના બંધાણી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે પણ શહેરની વાઈટનરનું લિક્વિડ વેંચતી સ્ટેશનરીની દૂકાનો પર તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ સફેદ નશામાં વધુ કેટલાક લોકોની ધરપકડ થાય તો નવાઈ નહીં.

આ પણ વાંચોઃ નોકરી છૂટી ગઈ છે? No Tension! સરકાર આપશે પગાર! જુઓ VIDEO

જો તમારા સંતાનની સ્કૂલ બેગમાં આવી પેન હોય તો ચેતી જજો. તપાસ કરજો તેને વાઈટનર સુંઘવાના નશાની આદત છે કે નહીં. કારણ આ નશો બહુ સસ્તી કિંમતમાં વેચાઈ રહ્યો છે. શહેરની લગભગ તમામ સ્ટેશનરીની પર આ નશો સરળતાથી મળી રહે છે. બાપુનગર પોલીસે ત્રણેક દિવસ પહેલા પકડેલા આવા એક ષડયંત્રનું તપાસમાં ખુલાસો થયો છે કે, સંખ્યાબંધ બાળકો આ નશાની લતમાં આવી ગયા છે.

READ  Top News Stories From Gujarat : 09-03-2018 - Tv9 Gujarati

મનોચિકિત્સક ડૉ.હંસલ ભચેચ કહે છે કે, 18 વર્ષથી નીચે સગીરવયમાં આ નશાના ચિન્હો જોવા મળી રહ્યા છે. જેની અતિશય આદત બાળકનું મૃત્યુ પણ લાવી શકે છે. આ નશાથી બાળકને ઓચિંતી ખેંચ આવે છે. તે કોમામાં જઈ શકે છે અને ધબકારા વધી જાય તો મૃત્યુ પણ થઈ શકે છે. અને મહિનામાં બે પરિવાર તેમના સંતાનની આવા નશાથી છૂટકારો અપાવવા મનોચિકિત્સકની મદદ લઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જો તમે નોકરીની શોધમાં છો તો આ ન્યુઝ તમારા માટે છે

પોલીસ તપાસમાં કેટલાક ખુલાસા થયા છે. આ ઉપરાંત નારોલની જ કોરેસ નામની કંપની જે વાઈટનર અને તેની રિફિલ પેન પણ સાથે વેચી રહી છે. તે ગેરકાયદે હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસની તપાસમાં એવી પણ હકિકત સામે આવી છે કે, પ્રતિબંધ હોવા છતાં બન્ને પેન સાથે બોક્સમાં વેચાતી અને દુકાનદારો તેને અલગ કરીને માત્ર નશો કરનારા વિદ્યાર્થીઓને જ 50ની પેનના નામે વેચતા હતા.

READ  સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો 20 વર્ષનો એક વિદ્યાર્થી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નશાના આ નવા કારોબારમાં આગામી દિવસોમાં વધુ કેટલાક લોકોની ધરપકડ થઈ શકે છે. હાલ તો બાપુનગર પોલીસ એકલી જ આ ષડયંત્રની તપાસ કરી રહી છે. પરંતુ શહેરભરની પોલીસ આ મુદ્દે તપાસ કરે તો, શહેરનું ભવિષ્ય નશાના કારોબારમાં જતું બચાવી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments