અમદાવાદની SVP હોસ્પિટલની સિલીંગ તૂટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઉદઘાટન

અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીઓના વોર્ડમાં POPની સિલીંગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. પ્રખ્યાત SVPના 2 માળે આવેલા B2 વોર્ડમાં એકાએક ઉપરની સિલીંગ તૂટી પડી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાને પગલે વોર્ડના દર્દીઓને 5 માળે અન્ય વોર્ડમાં સિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. રૂ.750 કરોડના ખર્ચે તૈયાર થયેલી SVP હોસ્પિટલમાં સિલીંગ તૂટવાના બનાવથી અનેક સવાલો ઉભા થયા છે.

READ  Animal rights activist kills self seeking to name cow as national animal, Rajkot - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: કચ્છના રામપરમાં પાણીદાર પહેલ, જળક્રાંતિ સર્જી ગામને કર્યું પાણીદાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

SVPનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી માસમાં કર્યું હતું અને જાહેર જનતા અને તમામ દર્દીઓ માટે હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી. AMC દ્વારા SVPને સારામાં સારી મેડિકલ સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલ બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. તમામ સુવિધાઓ વચ્ચે છત તૂટવાની ઘટના બનતા હોસ્પિટલના બાંધકામમાં રહેલી ક્ષતિઓ બહાર આવી ગઈ છે.

READ  આણંદમાં જિલ્લા વિકાસ અધિકારીએ માતા વિનાની દીકરીને દતક લઈને સમાજમાં બેસાડ્યો અનોખો દાખલો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Gujarat: People yet to get awareness of New Motor Vehicles Act | Tv9GujaratiNews

FB Comments