અમદાવાદ: શાળામાં બાળકોનું એડમિશન લેવા માટે વાલીઓ આખી રાત ગાદલા અને ગોદડા લઈ લાઈનમાં લાગ્યા

Ahmedabad: Parents queue up overnight for admission of their children at Chanakya school in Nikol ahmedabad school ma balko nu admission leva mate valio aakhi rat gadla lai line ma lagya

અંગ્રેજી મીડિયમની શાળા અને કૉલેજોની લોકપ્રિયતાના કિસ્સા તો સૌ કોઈએ સાંભળ્યા હશે. પરંતુ ગુજરાતી મીડિયમની કોઈ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ આખી રાત શાળાની બહાર ફોર્મ મેળવવા પડ્યા રહે તેવું જવલ્લેજ બનતું હોય છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્‍વના નિર્ણયો લેવા માટે શુભ રહેશે

જો કે આવા દૃશ્યો અમદાવાદના નિકોલમાં આવેલી ચાણક્ય પ્રાથમિક શાળાની બહાર જોવા મળ્યા છે. શાળામાં આજે એડમિશનના ફોર્મ વિતરણ થવાના હોવાથી ફોર્મ મેળવવા વાલીઓ શાળાની બહાર લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. આ શાળા દ્વારા ખૂબ ઓછી માત્રામાં પ્રવેશ ફોર્મ વિતરણ કરવાના હોવાથી વાલીઓ ગાદલા-ગોદડા લઈ પહોંચી ગયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઈથોપિયા પ્લેન દૂર્ઘટના બાદ ભારત સહિત 14 દેશોએ બોઈંગ 737 મેકસ 8 પ્લેન પર લગાવ્યો પ્રતિબંધ

 

 

જૂનિયર કેજીના ફોર્મ માટે આટલી મોટી લાઈન જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. શાળાનું શિક્ષણ અને અન્ય શાળાકીય પ્રવૃત્તિઓ ખુબ જ સારી હોવાના કારણે પોતાના બાળકોનું એડમિશન અહી કરવા માટે પ્રયત્નો કરતા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments