કેનેડાના નાગરિકો પાસેથી કોલ સેન્ટર ચલાવીને પૈસા પડાવતા, પોલીસે 21 લોકોની કરી ધરપકડ!

અમદાવાદમાં ફરી એક વખત ઇન્ટરનેશનલ કોલ સેન્ટર નો રાફડો ફાટયો હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં એક પછી એક ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ થઈ રહ્યો છે. 

અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે બે અલગ અલગ સ્થળ પર દરોડા પાડીને પોલીસ દ્વારા બે કોલ સેન્ટર નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા થલતેજમાં બાગબાન પાર્ટી પ્લોટ પાસે અર્થ એસ એસ નામની બિલ્ડિંગમાં ચોથા માળે ઈન્ટરનેશનલ કોલ સેન્ટર  ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસ એક મહિલા સહિત 21 આરોપીઓની ધરપકડ કરી છે. 29 લેપટોપ 22 મોબાઈલ,વાહનો અને રોકડ સહિત 13 લાખ 86 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કોલ સેન્ટર મયુર પટેલ અને હિતેશ નામના વ્યક્તિઓ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

READ  આ લોકસભાની સીટ પર દીકરીનો મુકાબલો છે પોતાના પિતાની જ સામે!

આ કોલ સેન્ટરનો મેનેજર ભરત નવીનચંદ્ર ત્રિવેદી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કોલ સેન્ટર છેલ્લા ચારથી પાંચ મહિનાથી ચલાવવામાં આવી રહ્યું હતું. આરોપીઓ કેનેડામાં રહેતા લોકોને ફોન કરીને પોતે કેનેડાની એજન્સીના અધિકારીઓ છે અને તેમના ટેક્સના પૈસા બાકી હોવાનું કહી તેને ધમકાવીને તેની પાસે પૈસા પડાવતા હતા. પૈસા તેઓ આઇત્યુંસ, ગૂગલ પ્લે, ગિફ્ટ વાઉચર તેમજ બીટકોઈનના માધ્યમથી પણ આવતા હતા. આરોપીઓ કેનેડાની ટેલીફોન ડીક્શનરીમાંથી ત્યાંના નાગરિકોના નંબર મેળવી સંપર્ક કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

READ  દ.કોરીયા, સાઉદી અરબ અને UN પછી હવે આ દેશ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે સર્વોચ્ચ નાગરિક સન્માન

આરોપી હિતેશ ઠક્કર અગાઉ પણ કોલસેન્ટરના ધંધા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ અમદાવાદમાં સંખ્યાબંધ કોલ સેન્ટર ચલાવતો સાગરની સાથે પણ સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં હિતેશ ઠક્કર સામે અમેરીકામાં રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યુ કરાઈ છે. પકડાયેલ 21માંથી 4-5 લોકો અગાઉ કોલ સેન્ટરના ગુનામાં પકડાઈ ચુક્યાનું પણ સામે આવ્યું છે. હવે પોલીસ એ તપાસમાં લાગી છે કે આ કોલ સેન્ટરમાં અન્ય કેટલા લોકો મળેલા છે અને તેની મુખ્ય લિંક કયા જોડાયેલી છે.

READ  મોબાઈલમાં નેટવર્ક વગર પણ આરામથી આ કંપનીના યુઝર્સ કરી શકશે વાતચીત

[yop_poll id=1176]

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192