અમદાવાદના પોલીસ કવાટર્સમાં પોલીસકર્મીઓનું જ દબાણ, વહીવટી શાખાએ 7 દિવસમાં મકાનો ખાલી કરવા આપ્યો આદેશ

સરકારી મકાનોમાં દબાણ થયાની વાત સાંભળી હશે, પરંતુ પોલીસ લાઈનના મકાનોમાં દબાણ ? સાંભળીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. અમદાવાદની સંયુક્ત પોલીસ કમિશનર વહિવટી શાખાએ મકાનો ખાલી કરવાનો આદેશ પણ આપ્યો છે. 

 

અમદાવાદ શહેરની માધુપુરા પોલીસ લાઈન અને શાહીબાગ પોલીસ લાઈનમાં છેલ્લાં કેટલાક સમયથી પોલીસ કર્મીઓએ સરકારી ક્વાર્ટસ પર બિન- અધિકૃત રીતે કબ્જો જમાવી રાખ્યો છે. જે મકાનો ખાલી કરવા માટે વહીવટ શાખાના સંયુક્ત પોલીસ કમિશનર વિપુલ અગ્રવાલે લેખીતમાં આદેશ કર્યા છે.  આ આદેશમાં તમામ બિન-અધિકૃત રીતે કબજામાં રહેલાં મકાનો 7 દિવસમાં ખાલી કરવા કહેવાયું છે.

READ  ભારતમાં UC WEB કંપનીના બે મેનેજર નાસભાગ કરી રહ્યા છે. કોર્ટે બીજી વખત જાહેર કર્યું નોન બેલેબલ વોરંટ, હરિયાણા-યુપી પોલીસ કરી રહી છે શોધખોળ

 

ગરીબ આવાસ, મુખ્યમંત્રી આવાસ યોજના,  પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં બિન-અધિકૃત રીતે વસવાટ કરતા લોકોને પોલીસ મકાન ખાલી કરાવતી હોય છે. પરંતુ પોલીસ લાઈનના મકાનો પણ દબાણ થતાં હવે પોલીસ જ પોલીસના સરકારી મકાનો ખાલી કરાવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, કેટલાક પોલીસ ક્વાર્ટસમાં રહેતા પોલીસકર્મીઓ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે, તો બીજી તરફ જે નિયમો હેઠળ સરકારી મકાનની ફાળવણી કરવામાં આવે છે તે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં માધુપુરા પોલીસ લાઈનમાં 15થી વધુ ક્વાર્ટસમાં દબાણ થયા હોવાનુ સામે આવ્યું હતું. જેના આધારે શહેરના તમામ પોલીસ મથકના ઈન્ચાર્જને આ અંગે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે.

READ  Video: આખરે CCTV ફૂટેજ સામે આવ્યાના 24 કલાકમાં જ અમદાવાદના PGમાં યુવતીની છેડતી કરનાર વિકૃત આરોપીની પોલીસે કરી ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

આશરે 1 મહિના પહેલા 18 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત પોલીસ કમિશનર સાથે તમામ લાઈન જમાદારો અને રાયટર હેડકોન્સ્ટેબલ સાથે મીટીંગ યોજવામાં આવી હતી. જે મીટીંગમાં સત્વરે મકાનો ખાલી કરાવી કબ્જો લેવા સુચના આપવામાં આવી હતી. તેમ છતાં મકાનો ખાલી ન થતાં આદેશ કરવાની ફરજ પડી છે.

 

Vadodara: Hiked onion prices busted common man's budget | TV9GujaratiNews

FB Comments