નાગરિકતા કાયદાના વિરોધ: અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો, બસના કાંચ તોડાયા

Ahmedabad police lathi-charge protestors opposing CAB in Lal Darwaja area | Tv9GujaratiNews

CAAના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે આપવામાં આવેલા બંધની અમદાવાદ શહેરમાં અસર જોવા મળી રહી છે. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. મિરઝાપુરમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પર લોકોએ મોઢે રૂમાલ બાંધી પથ્થરમારો કર્યો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: નેહરૂ પરિવાર અંગે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને લઈ બોલિવુડ અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ

આ પણ વાંચો :  રાજ્યના માંદા નાના-મધ્યમ ઉદ્યોગોને પાટા પર લાવવા માટે સરકારનો મોટો નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે લાલ દરવાજા પાસે એએમટીએસ બસના કાચ તોડ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થતાં અગમચેતીના પગલાંરૂપે સેકટર 1 જેસીપી અમિત વિશ્વકર્મા, ઝોન 2 ડીસીપી ધર્મેન્દ્ર શર્મા અને ટ્રાફિક ડીસીપી અજિત રાજ્યાણ પહોંચ્યા હતા. લકી હોટલ પાસે પોલીસે પેટ્રોલિંગ સાથે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

READ  ભારતના પ્રથમ અને એકમાત્ર IIT સ્નાતક મુખ્યપ્રધાન જીવન-મરણ વચ્ચે ખાઈ રહ્યા છે ઝોલા, અત્યંત નાજુક હાલક હોવા છતાં કહ્યું, ‘માનવ મસ્તિષ્ક કોઈ પણ બીમારી પર વિજય પામી શકે છે’

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments