પુલવામાં આતંકી હુમલાને લઈને અમદાવાદ પોલીસ થઈ એલર્ટ, ઠેર-ઠેર સઘન ચેકિંગ સાથે ગોઠવાઈ સુરક્ષા

જમ્મુ કશ્મીરના પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકાર એલર્ટ બની અને દેશભરમાં તમામ એજન્સી અને પોલીસને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. જેથી જો કોઈ શંકાસ્પદ હિલચાલ નજર પડે તો તેને રોકી શકાય

આ એલર્ટના પગલે અમદાવાદમાં પણ શહેર પોલીસ સવારથી એક્શનમાં દેખાય હતી. શહેરના મુખ્ય સ્થળ એવા કાલુપુર રેલવે સ્ટેશન કે જ્યાં સૌથી વધુ લોકો ટ્રેન મારફતે મુસાફરી કરતા હોય છે તેમજ બહારથી લોકો શહેરમાં આવતા હોય છે ત્યાં સ્થાનિક પોલીસ અને RPF તેમજ બૉમ્બ સ્કોર્ડ અને ડોગ સ્કોર્ડને કામે લગાવી દેવાયા હતા. જેઓ તમામ સ્ટેશન અને પાર્કિંગ સહિત મુસાફરોની પણ ચકાસણી કરી હતી. જેથી કોઈપણ શંકાસ્પદ આતંકી પ્રવૃત્તિને ડામી શકાય. એટલું જ નહીં પણ સાથે શહેર પોલીસે શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો પર વાહન ચેકીંગ પણ હાથ ધર્યું હતું. જેમાં પૂર્વ વિસ્તારમાં અલગ અલગ ઝોન પ્રમાણે ડીસીપી, એસીપી અને પીઆઇ તેમજ પીએસઆઇ સહિત પોલીસ કર્મીઓને કામે લગાવી દેવાયા હતાં. આમ શહેરમાં સવારથી દરેક સ્થળ પર પોલીસ એક્ટિવલી કામ કરતી જોવા મળી હતી.

READ  પંચમહાલ: ગોધરામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

[yop_poll id=1460]

HowdyModi! : Preparations of the mega event in full swing,PM to address over 50,000 Indian-Americans

FB Comments
About Darshal Raval 36 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192