સુરતમાં માસૂમોના મોત બાદ રાતોરાત અમદાવાદમાં તંત્ર જાગ્યું, ટ્યુશન કલાસીસમાં ફાયર સેફ્ટીના ચેકિંગની કાર્યવાહી

તો આગકાંડ બાદ વહીવટી તંત્ર પછી પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પીઆઈને ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને પોતાના વિસ્તારમાં આવતા ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ કોમ્પ્લેક્ષમાં પણ ફાયર સેફ્ટી ચેકિંગ કરવા આદેશ આપ્યો છે. અલગ અલગ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ટીમ બનાવી તપાસ કરવાનો અમદાવાદ પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં આગની ઘટના સમયે લોકો મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યા હતા અને આ યુવકે દેખાડ્યું પોતાનું સાહસ, જુઓ ખાસ વાતચીત

 

સુરતમાં ભયાનક આગકાંડ બાદ રાજકોટ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે અને ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા પાંચ ટ્યૂશન ક્લાસીસને સીલ કરી દીધા છે. અને હજુ પણ કાર્યવાહી ચાલુ છે…રાજકોટમાં ક્લાસીસમાં ફાયર ટીમ દ્વારા ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. જે ક્લાસીસમાં ફાયર સેફ્ટીના સાધનો નથી કે ફાયર વિભાગની NOC નથી લીધી તેવા ક્લાસીસને સિલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. સીલ કરેલા ક્લાસીસની વાત કરીએ તો ઈનોવેટીવ કિડ્સ પ્લે હાઉસ, હરી ટીકાસ ઈંગ્લિશ એકેડમી, વરદાયિની સ્પોકન ક્લાસીસ, પ્રાર્થના ટ્યૂશન ક્લાસીસ અને પી એન્ડ એમ ટ્યૂશન ક્લાસીસનો સમાવેશ થાય છે. મનપા કમિશ્નરનું કહેવું છે કે ફાયર સેફ્ટીના સાધનો નહીં હોય તેવા કોમર્શિયલ બિલ્ડીંગોના કમ્પ્લીશન સર્ટી રદ્દ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુરતની આગ દુર્ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. અને સમગ્ર રાજ્યમાં સ્થાનિક વહીવટી તંત્ર સફાળ જાગ્યું છે.

Ahmedabad: Waterlogging and garbage bring diseases along| TV9GujaratiNews

FB Comments

Shyam Maru

Read Previous

લોકસભાની ચૂંટણીમાં હાર મળતા ઉત્તર પ્રદેશની આ પાર્ટીએ પોતાના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા

Read Next

સુરતમાં આગની ઘટના સમયે લોકો મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યા હતા અને આ યુવકે દેખાડ્યું પોતાનું સાહસ, જુઓ ખાસ વાતચીત

WhatsApp પર સમાચાર