ગાંધીજી અને સરદાર પટેલના સ્મારક પરથી આશીર્વાદ મેળવી કોંગ્રેસ કરશે લોકસભા ચૂંટણીની તૈયારી, CWC માટેની તૈયારીઓનો આખરી ઓપ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 12મી માર્ચે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં હાલ અડાલજ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેથી પ્રદેશ પ્રભારી રાજીવ સાતવને તાબડતોડ રીતે ગુજરાતમાં પહોંચ્યા છે. અમદાવાદના સરદાર સ્મારક ખાતે મળનારી કોંગ્રેસની CWCની બેઠકની તૈયારીનો ધમધમાટ ચાલું છે.

ગુજરાતમાં 58 વર્ષ પછી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે. ત્યારે સભાના આયોજન માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. 12 માર્ચે સવારે 10:30 વાગ્યે અમદાવાદના શાહીબાગ સરદાર સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે.

આ પણ વાંચો : ચૂંટણીની તારીખોને લઇને જ વિપક્ષે શરૂ કરી રાજનીતિ, રમઝાનની આડમાં ચૂંટણી પંચ પર ઉઠાવી રહ્યા છે સવાલ

સરદાર સ્મારક ખાતે સૌ પ્રથમ કોંગ્રેસના નેતાઓ સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે. પુષ્પાંજલિ બાદ સેવાદળે ફરકાવેલા કોંગ્રેસના ઝંડાને દિગ્ગજ નેતાઓ સલામી આપશે. સલામી બાદ CWCના સભ્યોનું સરદાર સ્મારક ખાતે CWCની બેઠક શરૂ થશે.

બપોરે 1 વાગ્યે અડાલજ ખાતે કોંગ્રેસ જનસભાને સંબોધન કરશે. સભાસ્થળ પર 4 લાખથી વધુ લોકો એકઠા થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ત્યારે નેતાઓની સુરક્ષાને લઈને પણ SPGની ટીમે ત્રિમંદીર પાસે સભા સ્થળની મુલાકાત કરી હતી. 12 માર્ચના રોજ પ્રથમ વખત કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ અને નેતાઓ એક મંચ પર જોવા મળશે.

CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. હાલ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, 25થી વધુ દિગ્ગજ નેતાઓ સ્ટેજ પર હાજર રહેવાના છે.

કોંગ્રેસની CWC બેઠકના પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી છે. જેમના સભ્યોમાં સોનિયા ગાંધી, મનમોહનસિંઘ, અહમદ પટેલ, એ કે એન્ટોની, અંબીકા સોની, ગુલામનબી આઝાદ, મોતીલાલ વોરા, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત થી લઇ કોંગ્રેસના મુખ્યમંત્રીઓ હાજર રહશે.

Arrangements in place for vote counting, security tightened in Vadodara- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

ચૂંટણીની તારીખોને લઇને જ વિપક્ષે શરૂ કરી રાજનીતિ, રમઝાનની આડમાં ચૂંટણી પંચ પર ઉઠાવી રહ્યા છે સવાલ

Read Next

લોકસભા ચૂંટણીની આચાર-સંહિતા લાગ્યા બાદ પણ આ 10 કામ તો ચાલુ જ રહે છે, તમને કોઈ પણ અધિકારી આ કામ કરવાની ના પાડી શકે નહીં!

WhatsApp chat