ગેરકાયદે ચાઈનીઝ ડ્રોન ઈમ્પોર્ટ કરવાનું કૌભાંડ આવ્યું બહાર, 1 કરોડના મુદ્દામાલ સાથે વેપારીની ધરપકડ

અમદાવાદમાં વિદેશથી ગેરકાયદે ડ્રોન કેમેરા ભારતમાં ઘુસાડવાનું કૌભાંડ બહાર આવ્યું છે. 85 ડ્રોન કેમેરાની સાથે એક વેપારીની ધરપકડ પણ આ ઘટનાને લઈને કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચ આકરા પાણીએ, ટ્વિટરને એક્ઝીટ પોલને લગતી તમામ પોસ્ટ હટાવવા કર્યો આદેશ

ડ્રોન કેમેરા ઈમ્પોર્ટ કરવાનું કૌભાંડનું પગેરું અમદાવાદથી DRIને મળ્યું છે અને પોલીસે કાર્યવાહી કરીને એક વેપારીની આ કૌભાંડને લઈને ધરપકડ પણ કરી છે. ભારતમાં ચીન, પાકિસ્તાન અને મ્યાનમારના રસ્તાથી ડ્રોનની એન્ટ્રી કરાવવામાં આવતી હતી. આ મુદ્દાને લઈને વેપારી પાસેથી કુલ 1 કરોડ જેટલી કિંમતના ડ્રોનનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

READ  VIDEO: સૌરાષ્ટ્રમાં વરસાદથી કપાસ અને મગફળીના પાકને નુકસાન, પાણી ભરાતા પાકને નુકસાન

 

 

ખાસ કરીને યુવાનોમાં ડ્રોનને લઈને ઉત્સાહ હોય છે ત્યારે આ વેપારીઓ દ્વારા નફો મેળવવા માટે ગેરકાયદે ડ્રોનને ભારતમાં લાવવામાં આવતા હોય છે. ચાઈનીઝ ડ્રોનને ભારતમાં પાકિસ્તાન, ચીન અને મ્યાનમારથી દેશમાં ઠાલવવામાં આવે છે અને તેને લઈને કરાયેલી કાર્યવાહીમાં 1 કરોડના 85 જેટલાં ડ્રોનના મુદ્દામાલને પકડવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે આ કાર્યવાહી કરી હતી.

FB Comments