વડાપ્રધાન મોદીના હોમસ્ટેટમાં કોંગ્રેસની લોકસભાની વ્યૂહરચના, 2019 માટે કોંગ્રેસ બનાવી આક્રમક નીતિ

 • CWC બેઠક બાદ કૉંગ્રેસે પ્રેસ કૉન્ફરન્સ યોજી.
 • પ્રેસ કૉન્ફરન્સમાં આનંદ શર્માએ કહ્યું કે, “આ વર્ષે દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ મનાવશે. દાંડી માર્ચની વર્ષગાંઠનાં આ અવસર પર અમે તેમને યાદ કર્યા. સાથે જલિયાવાલા બાગ હત્યાકાંડને પણ 100 વર્ષ થયા. આ માટે ત્યાં શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.”
 • તેમણે કહ્યું કે, “દરેક નાગરિકને અધિકાર, સુરક્ષા અને સમ્માન મળે. દેશમાં થયેલા હુમલા પર દેશ એક જૂઠ છે. નાપાક ઇરાદાઓને ભારત સફળ નહીં થવા દે. CWCની બેઠકમાં વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. ગાંધી અને સરદારની ભૂમિમાં CWCની બેઠક. બંધારણીય અધિકારો પર પ્રહાર થઇ રહ્યા છે.”

 • કૉંગ્રેસનાં 55થી વધારે રાષ્ટ્રીય નેતાઓ એક મંચ પર
 • અમદાવાદમાં CWCની બેઠક પૂર્ણ થઇ છે. બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને મનમોહસિંહ સહિત કૉંગ્રેસનાં નેતાઓ સામેલ થયા હતા.
 • કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, ‘ફાસીવાદી, RSS અને ભાજપની વિચારધારાને હરાવીશું. કોઇ બલિદાનની જરૂર નથી, ખૂબ નાનો પ્રયાસ છે.
 • CWCની બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે, “લોકોને UPAની ઉપલબ્ધિઓ જણાવવી જરૂરી છે. મોદી સરકાર જુઠ્ઠાણાઓનો પ્રચાર કરી રહી છે. દેશની આર્થિક સ્થિતિ ખરાબ નીતિઓનાં કારણે બડી રહી છે.”
 • તો સોનિયા ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, “હકીકતમાં પીએમ મોદી પીડિત નથી, પરંતુ જનતા છે. મોદી પીડિત બનવાની કોશિશ કરે છે.” CWCમાં સોનિયા ગાંધીએ દેશની સુરક્ષાને લઇને પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, “દેશનાં હિત સાથે બાંધછોડ કરીને રાજનીતિ કરવામાં આવી રહી છે.
 • આજે કોંગ્રેસમાં જોડાશે હાર્દિક પટેલ

 • હાર્દિક પટેલ પહોંચ્યા સરદાર સ્મારક

 • રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ CWCની બેઠક શરૂ
 • દેશા તમામ કોંગ્રેસ મહાસચિવની હાજરીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ

 • સરદાર સ્મારક પહોંંચ્યા તમામ કોંગ્રેસ નેતા
 • રાહુલ ગાંધી સોનિયા ગાંધી સહિત તમામ નેતાઓએ સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ
 • સરદાર સ્મારક પહોંચ્યા કોંગ્રેસ નેતા

 • શહીદ સ્મારક પહોંચ્યા કોંગ્રેસ નેતા

 • રાહુલ ગાંધી શહીદ સ્મારક પહોંચશે
 • સરદાર પટેલ સ્મારક પહોંચશે કોંગ્રેસ નેતા
 • પ્રાર્થના સભામાં કોંગ્રેસ નેતા
 • સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમજ મનમોહન સિંહ સર્વોચ્ય સ્થાન પર બેઠા

 • પ્રિયંકા ગાંધી મહાસચિવોની વચ્ચે બેઠા

ગાંધી આશ્રમથી શહીદ અને સરદાર સ્મારક પર પહોંચ્યા કોંગ્રેસ નેતા #Congress #Gujarat #Tv9News

Posted by TV9 Gujarati on Monday, March 11, 2019

 • કોંગ્રેસ નેતા ગાંધી આશ્રમ પહોંચ્યા
 • ગાંધીજીને આપી શ્રદ્ધાંજલિ
 • કૉંગ્રેસની CWCની બેઠક ગુજરાતમાં યોજાવા જઇ રહી છે, ત્યારે રાહુલ ગાંધી થોડીકવારમાં જ રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા

 • જ્યારે પ્રિયંકા ગાંધી અમદાવાદ એરપૉર્ટ પહોંચી ગયા છે.
 • રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મનમોહનસિંહ પણ એરપૉર્ટ પહોંચ્યા.
 • ગાંધી પરિવારને આવકારવા કૉંગ્રેસ નેતાઓ અમદાવાદ એરપૉર્ટ પહોંચ્યા.

 • કૉંગ્રેસ નેતાઓ શક્તિ સિંહ ગોહિલ, શશિકાંત પટેલ દિનેશ શર્મા એરપૉર્ટ પહોંચ્યા.
 • રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મનમોહનસિંહ પણ સાબરમતી ખાતે પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહશે.
 • જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલટ, પી ચિદમ્બરમ, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુ ખડગે પણ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત

આ પણ વાંચો : અમદાવાદમાં દાંડીકૂચ દિનથી જ કોંગ્રેસ કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, પ્રિયંકા ગાંધી પહેલી વખત જાહેરસભા સંબોધશે 

ગુજરાત કોંગ્રસના ધારાસભ્યો એક પછી એક કોંગ્રેસમાં જઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં વર્ષ 1961માં ભાવનગર ખાતે મળેલી કોંગ્રેસ કાર્યકારિણની બેઠક 58 વર્ષ પછી ગુજરાતમાં બીજી વખત આજે તા. 12મી માર્ચના દાંડીકૂચ દિને મળશે.

આજની કોંગ્રેસની બેઠકમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ વિધીવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ કરશે. આ બેઠકમાં હાજરી આપવા માટે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ પ્રમુખ કેશવચંદ યાદવ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોચ્યા હતા. આ સાથે જ સાંસદ કુમારી શૈલજા, આનંદ શર્મા, પ્રિયંકા ચતુર્વિદી, ડો.સંજીવા રેડ્ડી, સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પહોચ્યા હતા.

Rains arrive in Patan after 15-day delay | Tv9GujaraiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

રાહુલ ગાંધીનો દાવો ખોટો સાબિત થયો, 1999માં અઝહર મસૂદની સાથે અજીત ડોભાલ હાજર ન હતા !

Read Next

ડિજીટલ યુગનું દુષ્પરિણામ : YouTube પર વીડિયો જોઇ ગર્ભવતી મહિલાએ કર્યો ડિલિવરી કરવાનો પ્રયત્ન, માતા અને બાળક બંનેના થયા મોત

WhatsApp પર સમાચાર