અમદાવાદમાં માત્ર 2 ઈંચ વરસાદમાં જ YMCAથી બોપલ જવાનો રસ્તો બેસી જતા એક કાર ફસાઈ, જુઓ VIDEO

અમદાવાદમાં ગતસાંજે પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તો બેસી જવાની ઘટના બની છે. અમદાવાદના YMCAથી બોપલ જવાનો રસ્તો બેસી ગયો હતો. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  વરસાદમાં પ્રકૃતિની મજા માણતા સિંહ પરિવારનો આવો VIDEO તમે નહીં જોયો હોય!

વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ રસ્તો બેસી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ રસ્તાને કોર્ડન કર્યો હોવા છતા લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે એક કાર ફસાઈ ગઈ હતી. મહત્વનું છે કે, થોડા સમય અગાઉ આ જગ્યાએ પાઈપલાઈન માટે ખોદકામ કરવામાં આવ્યુ હતુ. જો કે ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન થતા રસ્તો બેસી ગયો હતો.

READ  કોરોના વાયરસ: ગુજરાતમાં વધુ 46 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: રાજ્યભરમાં સિઝનનો 46.15 ટકા વરસાદ, ભારે વરસાદની આગાહી યથાવત, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

FB Comments