HSRP નંબર પ્લેટ લગાવવા માટે અમદાવાદ RTOમાં નહીં જવું પડે પણ RTOની ટીમ ઘરે આવશે, જાણો કેવી રીતે?

હવેથી નવા વાહનોમાં એચએસઆરપી  નંબર પ્લેટ ફરજીયાત થઈ ગઈ છે, પણ, જુના વાહનોમાં પણ વાહનધારકે જૂની નંબર પ્લેટ બદલીને નવી HSRP નંબર પ્લેટ લગાવી પડશે.

અમદાવાદ આરટીઓ છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યું છે કે જુના અને નવા તમામ વાહનોમાં HSRP નંબર પ્લેટ લાગી જાય. જુનાં વાહનોમાંથી જુની નંબરપ્લેટ બદલીને નવી HSRP નંબરપ્લેટ લગાવવાની મર્યાદા 31 જાન્યુઆરી હતી તે વધારીને 28 ફેબ્રુઆરી 2019 સુધી કરી દીધી છે. આની સાથે જ હવે આરટીઓએ એક ખાસ કાર્યક્રમ પણ ચાલુ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આરટીઓની ટીમ તમારી સોસાયટીમાં આવીને જુના વાહનોમા જુની નંબરપ્લેટ બદલીને નવી એચએસઆરપી નંબર પ્લેટ લગાવી આપશે.

 

READ  અમદાવાદ: નકલી HSRP નંબર પ્લેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જુઓ VIDEO

આરટીઓના અધિકારીઓનું કહેવું છે કે જેમને નવી નંબર પ્લેટ લગાવાની બાકી હોય તેવી સોસાયટીઓના મેમ્બર્સ ભેગા થઈને આરટીઓમાં અરજીની સાથે ફી આપી દેશે પછી તેમને આપેલી તારીખે આરટીઓથી એક ટીમ જે તે સોસાયટીમાં પણ જશે. જુની નંબરપ્લેટના બદલે નવી HSRP નંબર પ્લેટ લગાવી આપશે. આ માટે બાઈકની 150 રૂ. તેમજ કારની 450 રૂ. જે આરટીઓમાં ચાલે છે તે જ ફી આપવી પડશે. તેના સિવાય કોઈ વધારાનો ચાર્જ આપવાનો રહેશે નહીં. જો 28 ફેબ્રુઆરી સુધી જુની નંબર પ્લેટ નહી બદલાય તો હેલ્મેટ ના પહેરવા બદલ દંડ લાગે છે તે જ મુજબ જુની નંબર પ્લેટ માટે પણ ટ્રાફિક પોલીસ વાહન ચાલકને દંડ ફટકારી શકશે.

READ  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દાહોદના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

[yop_poll id=1327]

Citizens show support to follow PM Modi's request on April 5| TV9News

FB Comments