CAAના વિરોધમાં શાહઆલમ હિંસાના મુદ્દે AMCની સામાન્ય સભામાં હોબાળો, હાય હાયના લાગ્યા નારા

ahmedabad-ruckus-during-general-meeting-of-amc-over-violence-during-caa-protests-in-shah-e-alam

શાહઆલમ હિંસાને લઈને અમદાવાદ મનપાની સામાન્ય સભા આજે હોબાળાસભર રહી હતી. સત્તાપક્ષના ચેરમેન અને ભાજપના સભ્યોએ શાહઆલમમાં થયેલી હિંસામાં કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાનની સંડોવણીનો આક્ષેપ કરતા બોર્ડમાં બબાલ થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ સામસામે ‘હાય હાયના નારા’ લગાવતા બંને પક્ષોના સભ્યો ખુરશી છોડીને સામસામે આવી ગયા હતા. અને માહોલ ગરમાયો હતો. જો કે કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું અને હોબાળા સાથે જ સામાન્ય સભા બરખાસ્ત થઈ હતી.

READ  અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલઃ ફૂટબોલ ગ્રાઉન્ડમાં હોર્સ શોમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચોઃ ઝારખંડમાં JMM અને કોંગ્રેસની ગઠબંધન જીતઃ કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને લાલુ અને સોનિયા ગાંધીનો માન્યો આભાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments